UPA-2 સરકારના 4 વર્ષ પૂર્ણ, રિપોર્ટ કાર્ડ રજૂ કરશે

sonia-manmohan
નવી દિલ્હી, 22 મે: સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યૂપીએ)-2 સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં બુધવારે ઉજવણી કરવામાં આવશે. યુપીએ-2 સરકારના આજે ચાર વર્ષ પૂર્ણ થયાં છે.

આ અવસર પર સરકારના કામકાજના બે રિપોર્ટ રજૂ કરશે. એજ રિપોર્ટ નવ વર્ષના કામ અંગેની વાત કરશે તો બીજી તરફ યુપીએ-2ના ચાર વર્ષની ઉપલબ્ધિઓને ગણાવશે. વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી બંને એક-એક રિપોર્ટ રજૂ કરશે. કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને ફરજિયાત હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે તો વડાપ્રધાનનું મંત્રીમંડળ પણ આ ઉજવણીમાં ભાગ લેશે.

યુપીએ-2 સરકાર માટે આ 4 વર્ષ ઘણી બધી બાબતોએ મહત્વપૂર્ણ રહ્યાં છે. સરકાર કેન્દ્રમાં ટકી અને કામ કરતી રહી પરંતુ તેના કામકાજ પર સવાલો અને વિવાદોનો પડછાયો છવાયેલો રહ્યો. 2014માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે અને સરકાર માટે આ એક મોટો પડકાર છે કે તે જનતા સમક્ષ પોતાના મુદ્દાઓને કઇ રીતે રાખે કે જેથી તેને હારનો સામનો કરવો ન પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X