For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચીનને 15 મિનિટમાં ભગાવી દેત'વાળા રાહુલ ગાંધીના નિવેદન પર અમિત શાહનો પલટવાર

રાહુલ ગાંધીના આ નિવેદન પર હવે ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીનમાં પૂર્વ લદ્દાખ સીમા વિવાદ માટે છેલ્લા છ મહિનાથી ગતિરોધ ચાલુ છે. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 ઓક્ટોબરે હરિયાણામાં કહ્યુ હતુ કે તેમની સરકાર હોત તો તે માત્ર 15 મિનિટમાં ચીનને ભારતની સીમાથી બહાર કરી દેત. રાહુલ ગાંધીના આ નિવેદન પર હવે ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યુ કે જો તે 15 મિનિટમાં જ ચીનને બહાર કરી શકતા હતા તો 1962માં કેમ ન કર્યો, જ્યારે ભારતે ચીન સાથે યુદ્ધ દરમિયાન ઘણા હેક્ટર જમીન ગુમાવી દીધી હતી. એ વખતે તો તત્કાલીવ પીએમે અસમને બાય-બાય કહી દીધુ હતુ.

એ વખતના પીએમે તો કહ્યુ હતુ - બાય બાય અસમઃ અમિત શાહ

એ વખતના પીએમે તો કહ્યુ હતુ - બાય બાય અસમઃ અમિત શાહ

ઝી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યુ કે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેમની પાસે 15 મિનિટવાળી ફૉર્મ્યુલા છે તો તમે તેમની પાસેથી શીખી શકો છો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યુ, 'તે (રાહુલ ગાંધી/કોંગ્રેસ) 1962માં જ અપ્લાઈ કરી લેતા, તો આટલા હજારો વર્ગ હેક્ટર ભૂમિ આપણી જતી ના રહેત. આ વખતે તો પ્રધાનમંત્રીએ આકાશવાણી પર કહી દીધુ હતુ - બાય બાય અસમ. હવે ખબર નહિ કોંગ્રેસ પાર્ટી અમને કેવી રીતે સલાહ આપી રહી છે. તમારા પરનાનાની સરકાર હતી ત્યારે તો જમીન જતી રહેતી હતી.' ગલવાન ઘાટી હિંસક ઝડપ પર બોલતા અમિત શાહે કહ્યુ કે મને ગર્વ છે બિહાર રેજીમેન્ટના એ જવાનો પર, જેમણે હાડકા ગાળી દેતી ઠંડીમાં પણ રાતે સચેત રહીને આપણા દેશની સીમાને સુરક્ષિત રાખી છે. ચીનને કઠોર જવાબ પણ આપ્યો અને શહીદ થયા.

ચીન અરુણાચલ પ્રદેશને ગણાવે છે પોતાનો ભાગ? આના પર શું બોલ્યા શાહ

ચીન અરુણાચલ પ્રદેશને ગણાવે છે પોતાનો ભાગ? આના પર શું બોલ્યા શાહ

અરુણાચલ પ્રદેશને ચીન પોતાનો ભાગ ગણાવે છે એ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યુ, એ આજથી નથી. આઝાદીના સમયથી 1962થી આ ચાલ્યુ આવે છે. આપણે એની સામે તો લડી રહ્યા છે. અમારી જે હકની લડાઈ છે વાતચીતમાં, તે આની સામે જ તો છે. તે ચાલુ રહેશે. અમિત શાહે કહ્યુ કે ભારતની ભૂમિ પર એક ઈંચ અતિક્રમણ કોઈને નહિ કરવા દેવામાં આવે. આપણી એક ઈંચની ભૂમિ પણ અમે કોઈના હાથમાં નહિ જવા દઈએ.

રાહુલ ગાંધીએ હરિયાણાની રેલીમાં આપી હતી 15 મિનિટવાળી ફૉર્મ્યુલા

રાહુલ ગાંધીએ હરિયાણાની રેલીમાં આપી હતી 15 મિનિટવાળી ફૉર્મ્યુલા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 7 ઓક્ટોબરે હરિયાણામાં નવા ખેડૂત કાયદાઓ સામે એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે જો આજે સત્તામાં કોંગ્રેસ હોત તો 15 મિનિટથી પણ ઓછા સમયમાં ચીનને બહાર ફેંકી દેતા. રાહુલ ગાંધી ભારત અને ચીન વિશે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિદેશ નીતિઓની ટીકા કરે છે.

યુએસ ચૂંટણીઃ ત્રીજી ચર્ચામાં ટ્રમ્પને મ્યૂટ કરી શકશે બિડેન યુએસ ચૂંટણીઃ ત્રીજી ચર્ચામાં ટ્રમ્પને મ્યૂટ કરી શકશે બિડેન

English summary
Congress and Rahul Gandhi should have listened to their own advice in 1962: Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X