For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરુરે કહ્યુ, કાશ્મીર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસ-ભાજપનુ વલણ એકસમાન

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાનની ભાષા બોલવાના આરોપોને ફગાવીને કોંગ્રેસ નેતા શશિ થરુરે એક નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાનની ભાષા બોલવાના આરોપોને ફગાવીને કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યુ કે વિપક્ષી દળોના નેતાઓના નિવેદનોથી પડોશી દેશને કોઈ ખુશી કે ફાયદો નથી થઈ રહ્યો. તેમણે ભાજપના આરોપોને ફગાવી દેતા કહ્યુ કે આ આરોપ નિરાધાર અને આશ્વર્યજનક છે કે અનુચ્છેદ 370 પર અમારા નિવેદનોથી પાકિસ્તાનને ફાયદો થઈ રહ્યો છે.

Shashi Tharoor

તેમણે કહ્યુ કે કોંગ્રેસ એક વિપક્ષી દળ રૂપે કહી રહ્યુ છે કે ભારતના એક અંગ જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે કયા પ્રકારનો વ્યવહાર કરાવો જોઈએ. તેમણે કહ્યુ કે આ નિવેદનોમાં એવુ કંઈ નથી કે જેનાથી પાકિસ્તાનને ખુશી કે ફાયદો થાય. તેમણે કહ્યુ કે કાશ્મીર વિશે કોંગ્રેસ અને ભાજપનુ નિવેદન એક છે.

તેમણે પાકિસ્તાનની વિરોધમાં બોલતા કહ્યુ કે ભારતની આંતરિક બાબતોમાં દખલનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. વળી, વિપક્ષી પાર્ટી કોંગ્રેસને એ હક છે કે મોટા બંધારણીય ફેરફારો સમયે ભારત સરકાર લોકતાંત્રિક પ્રક્રિયાઓનુ પાલન કરીને જનતાને સાથે લઈને આગળ વધે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની રજૂઆત વિશે તેમણે કહ્યુ કે પાકિસ્તાન સાથે વાતચીત માટે ભારતને કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથીઆ પણ વાંચોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી

English summary
Shashi Tharoor: Congress & BJP's stand is the same - we can't negotiate with a gun pointed to our heads. It's the position of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X