For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ? ગેહલોત-પાયલટ દિલ્લી રવાના

અશોક ગેહલોત કે પછી સચિન પાયલટ? રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી કોને સોંપવી તેના પર પેચ ફસાયેલો છે. અંતિમ નિર્ણય હવે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કરવાનો છે.

|
Google Oneindia Gujarati News

અશોક ગેહલોત કે પછી સચિન પાયલટ? રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી કોને સોંપવી તેના પર પેચ ફસાયેલો છે. અંતિમ નિર્ણય હવે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કરવાનો છે. જેમણે બંને નેતાઓને દિલ્લી બોલાવી લીધા છે અને સમાચાર આવી રહ્યા છે કે પાયલટ અને ગેહલોત બંને દિલ્લી રવાના થઈ ગયા છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી કદાચ રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવી શકે છે. હાલમાં હવે બધાની નજરો રાહુલ ગાંધીને નિર્ણય પર જ છે.

આ પણ વાંચોઃ છત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમાં ફેસલોઆ પણ વાંચોઃ છત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમાં ફેસલો

આજે મુખ્યમંત્રીના નામનું એલાન

આજે મુખ્યમંત્રીના નામનું એલાન

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના નામનું એલાન કરવાના છે. સચિન પાયલટ, અશોક ગેહલોત તેમજ અન્ય નેતાઓ આજે રાહુલ ગાંધી સાથે નાશ્તાના ટેબલ પર બેઠક કરશે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં કોંગ્રેસને 90માંથી 67 સીટો મળી છે. તો વળી, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 114 સીટો મળી છે જ્યારે અન્ય પાર્ટીઓ સાથે તેમનું કુલ સમર્થન 107 થઈ ગયુ છે અને જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે 99 સીટો છે. બસપાએ પણ તેને સમર્થનનું એલાન કર્યુ છે.

પક્ષની બેઠકમાં નિર્ણય

પક્ષની બેઠકમાં નિર્ણય

વળી, આ પહેલા રાજસ્થાનમાં સુપરવાઈઝર તરીકે કે સી વેણુગોપાલ, મધ્ય પ્રદેશમાં એ કે એંટની, છત્તીસગઢમાં મલ્લિકાર્જૂન ખડગે ગયા હતા. ત્રણ રાજ્યોના ધારાસભ્ય પક્ષની બેઠકમાં નિર્ણય થયો કે રાહુલ ગાંધી જ મુખ્યમંત્રી પદનું એલાન કરશે.

કમલનાથ જ હશે મધ્ય પ્રદેશના ભાવિ ‘નાથ'

જો કે સમાચાર એ પણ છે કે રાજસ્થાનની જ જેમ મધ્ય પ્રદેશમાં પણ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ખુરશીની જંગ છેડાયેલી હતી પરંતિ પાર્ટી સિંધિયાને મનાવવામાં સફળ થઈ છે. હવે સ્પષ્ટ છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ જ મધ્ય પ્રદેશના આગામી ‘નાથ' હશે. જો કે તેનું ઔપચારિક એલાન થવાનું હજુ બાકી છે.

English summary
Congress Chief Rahul Gandhi Calls Ashok Gehlot And Sachin Pilot To Delhi..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X