For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યુ - ફ્રી વેક્સીન આપવાની જવાબદારીમાંથી ભાગી રહી છે સરકાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયુ તો સૌથી પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી. ત્યારબાદ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો નંબર આવ્યો. બે દિવસ પહેલા પીએમ મોદીએ દેશને સંબોધિત કરીને 18 વર્ષની ઉપરના બધા લોકોને વેક્સીન આપવાની છૂટ આપી દીધી. જો કે આના પર પણ હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે જેમાં કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

sonia gandhi

પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે કેન્દ્રએ 18થી 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સીન લેવાની મંજૂરી તો આપી દીધી છે પરંતુ મફતમાં રસી ઉપલબ્ધ કરાવવાની જવાબદારીમાંથી હાથ સરકાવી લીધો છે. વળી, સીરમ ઈન્સ્ટીટ્યુટે હોસ્પિટલો અને રાજ્યો માટે વેક્સીનના ભાવ અલગ અલગ નક્કી કર્યા છે જેના પર સોનિયાએ પૂછ્યુ કે એક જ વેક્સીનની કિંમત બે જગ્યાએ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે. આ સંકટની ઘડીમાં સરકાર કેવી રીતે નફાખોરીની મંજૂરી આપશે.

સોનિયા ગાંધીએ આગળ કહ્યુ કે વેક્સીનના ભાવ સંબંધિત નીતિ પર સરકાર ફરીથી વિચાર કરે કારણકે દરેક વ્યક્તિ એક સમાન કિંમતથી સંમત થશે. આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવે, ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. આ લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે આગળ વધવુ જોઈએ.

શું છે SIIના નવા ભાવ?

સીરમ ઈન્સ્ટીટ્યુટના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં વેક્સીન આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એક ડોઝ માટે 400 રૂપિયા ચૂકવવા પડશે. વળી, ખાનગી હોસ્પિટલો માટે આ કિંમત 600 રૂપિયા રાખવામાં આવી છે. સોનિયા ઉપરાંત ઘણા અન્ય પક્ષોના નેતાઓએ અલગ અલગ ભાવ હોવા પર સવાલ ઉઠાવ્યા છે.

SCને સૉલિસિટર જનરલે જણાવ્યુ, દેશને ઑક્સિજનની તાતી જરૂરSCને સૉલિસિટર જનરલે જણાવ્યુ, દેશને ઑક્સિજનની તાતી જરૂર

English summary
Congress chief Sonia Gandhi writes to PM on new covid 19 vaccination policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X