17 જાન્યુઆરીના રોજ રાહુલને PM ઉમેદવાર જાહેર કરશે સોનિયા?
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આવતા વર્ષે એક સપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે. કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિની બેઠક મળશે, જેમાં વડાપ્રધાન પદ માટે તેમના પર મહોર લગાવી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના પક્ષમાં છે અને માત્ર તેનું અધિકારીક એલાન થવાનું બાકી છે.
ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે, અને લોકસભા ચૂંટણીના પગલે વડાપ્રધાન પદ માટે ઉમેદવાર જાહેર કરવા માગે છે. જ્યારે ભાજપે મહીનાઓ પહેલા જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.













Click it and Unblock the Notifications
