For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB Scame : કોંગ્રેસે પીએમઓ પર ઉઠાવ્યા આ સવાલો

પંજાબ નેશનલ બેંકના કૌભાંડ બાદ મોદી સરકાર પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ પ્રવક્તાએ આ મામલે પ્રેસવાર્તા કરી શું કહ્યું જાણો અહીં વિગતવાર.

|
Google Oneindia Gujarati News

મુંબઇ સ્થિત પંજાબ નેશનલ બેંકની ફોર્ટ બ્રાંચમાં 11,500 રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે વિપક્ષી દળ કોંગ્રેસે કેન્દ્રમાં બેઠલા નરેન્દ્ર મોદી સરકાર પર સવાલો અને આક્ષેપોનો હુમલો કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા અને હરિયાણાના વિધાયક રણદીપ સિંહ સૂરજેવાલે આ અંગે પ્રેસવાર્તા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ આ પ્રસંગે જણાવ્યું કે દેશના પૈસા લૂંટો અને ભાગી જાવ આ રાહ પર સરકાર ચાલી રહી છે. આ વાત જ સરકારની ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયું છે. તેમણે કહ્યું કે મોદીજી કંઇક કરો, લગભગ 11,400 કરોડનો ચૂનો લગાવીને આ બીજા નાના મોદી ભાગી ગયા છે. સૂરજવાલે કહ્યું કે મોદી સરકારના રાજમાં દેશના બેંકિગ સેક્ટરનું ફોર્ડ ડિટેક્શન સિસ્ટમ પડી ભાંગ્યું છે.

congress

પ્રેસવાર્તામાં સૂરજેવાલે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલયમાં દસ્તાવેજો સાથે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પીએમઓ, નાણાં મંત્રાલય સમેત કોઇએ પણ આ પર કોઇ કાર્યવાહી નથી કરી. મોદી સરકારની નાક નીચે દેશની સૌથી મોટી બેંકની લૂંટ માટે કોણ જવાબદાર છે? તેમણે કહ્યું કે ખોટા દસ્તાવેજોના આધાર પર નિરવ મોદી દેશના પૈસા લૂંટીને કેવી રીતે ભાગી ગયો? સૂરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાનને આ કૌભાંડની જાણકારી જુલાઇમાં જ આપી દેવામાં આવી હતી. મોદી સરકારે આમ છતાં આની પર કોઇ કાર્યવાહી કેમ ના કરી? તેમણે પુછ્યું કે સમગ્ર સિસ્ટમને કોઇ બાયપાસ કેવી રીતે કરી શકે, કોણ છે જે નિરવ મોદીને બચાવી રહ્યું છે? સૂરજવાલાએ કહ્યું કે જાણકારો આ કૌભાંડને 30 હજાર કરોડનું નુક્શાન તરીકે બતાવી રહ્યા છે. ત્યારે ભાજપ વિષયોથી ભટકવાના બદલે આ અંગે જવાબ આપવો જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે આ કૌભાંડ પછી સમાજ કલ્યાણ મંત્રી જવાબ આપી રહ્યા છે જ્યારે નાણાં મંત્રી અને વડાપ્રધાન ચુપ છે.
વધુમાં સૂરજવાલે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલયને 26 જુલાઇ 2016માં નિરવ મોદી અને તેમના સંબંધો મામલે તમામ પત્રો સોંપી દેવામાં આવ્યા હતા. સાથે જ ફરિયાદમાં 42 એફઆઇઆર વિષે પણ જણાવવામાં આવ્યું હતું. તેમણે ફરિયાદ સ્વીકારી હતી અને કેટલીક કંપનીઓ સુધી રજિસ્ટ્રાર પણ મોકલ્યા હતા. પણ અંતમાં સરકારે આથી વિશેષ આ અંગે કોઇ કાર્યવાહી નહતી કરી. સૂરજવાલે કહ્યું કે મોદી સરકારની નાક નીચે નીરવ મોદી અને મેહૂલ ચૌકસી સમગ્ર બેકિંગ પ્રણાલીને દગો આપી શકે છે? નાના મોદી દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી લૂંટ માટે કોણ જવાબદાર છે? વળી તેમણે કહ્યું કે મોદી સરકાર જે બેંકિગ કાનૂન લાવી રહી છે તેમાં બેંકોના પૈસા આ રીતે ડૂબી જવાથી સરકારની કોઇ જવાબદારી નહીં રહે. ખાલી એક લાખ રૂપિયાની જ સરકાર જવાબદારી લેશે. સૂરજવાલે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર કૌભાંડને દબાવીનો પ્રયાસ કર્યો છે. જોઇએ છે કે આ મામલે વડાપ્રધાન દેશને જવાબ આપવાથી કેટલા દિવસ સુધી બચી શકે છે. આવી વાતોથી ભટકાવતા ભાજપને સારી રીતે આવડે છે.

English summary
Congress comments on nirav modi pnb scam, asks 4 question to modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X