For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને તેમના કેબિનેટને કોંગ્રેસે પાઠવ્યા અભિનંદન, વ્યક્ત કરી આ આશા

નરેન્દ્ર મોદી સતત બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ કોંગ્રેસ તરફથી અધિકૃત રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી સતત બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ કોંગ્રેસ તરફથી અધિકૃત રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બીજી વાર પ્રધાનમંત્રી બનવા પર કોંગ્રેસ તરફથી અભિનંદન પાઠવીને ટ્વીટ કરવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેબિનેટના નવા મંત્રીઓને અભિનંદન. અમે તેમને અભિનંદન આપીએ છીએ અને તેમની સાથે મળીને ભારત અને દેશના બધા નાગરિકોના વિકાસ માટે એકસાથે કામ કરીશુ. આ પહેલા પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ગુલામ નબી આઝાદ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત કોંગ્રેસના ઘણી દિગ્ગજ નેતા શામેલ થયા હતા.

pm modi-cabinet

નવી મોદી સરકારમાં પીએમ મોદી સહિત 25 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. આમાંથી 20 સાંસદ પહેલી વાર મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રીપરિષદમાં શામેલ થયા છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં એસ જયશંકર, ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને શિવસેનાના અરવિંદ સાવંતને પહેલી વાર જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થવા માટે લગભગ 8000 મહેમાન પહોંચ્યા છે. વિદેશથી આવેલા મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ શામેલ થયા છે.

મોદી સરકારના પૂર્વ મંત્રીઓમાં શામેલ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ મંત્રીમંડળમાં શામેલ નહિ થવાનો નિર્ણય કર્યો. તબિયતના કારણોનો હવાલો આપીને નાણામંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને અનુરોધ કર્યો કે તેમના આરોગ્યને જોતા તેમને આ વખતે મંત્રીમંડળમાં શામેલ ન કરવામાં આવે. વળી, વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજ પણ આરોગ્યના કારણોથી મંત્રીમંડળમાં શામેલ થઈ શક્યા નહિ. સુષ્મા મોદી સરકારના પૂર્વ મંત્રીમંડળમાં વિદેશ મંત્રી હતા અને આ વખતે તેમણે લોકસભા ચૂંટણી લડી નહોતી.

આ પણ વાંચોઃ PM મોદીનું શપથ ગ્રહણ: નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ બન્યા, શપથ લીધીઆ પણ વાંચોઃ PM મોદીનું શપથ ગ્રહણ: નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ બન્યા, શપથ લીધી

English summary
Congress congratulates PM Modi and his cabinet ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X