કેરળમાં 91 સીટો પર ચૂંટણી લડશે કોંગ્રેસ, રવિવારે જાહેર થઈ શકે છે લિસ્ટ
કેરળની 140 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે મતદાન થવાનુ છે. આના માટે કોંગ્રેસ પાર્ટી રવિવાર સુધી ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી શકે છે.
તિરુવનંતપુરમઃ કેરળની 140 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે મતદાન થવાનુ છે. આના માટે કોંગ્રેસ પાર્ટી રવિવાર સુધી ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કેરળમાં 91 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. વળી, કોંગ્રેસ જે ગઠબંધનમાં છે તેમાં અન્ય પાર્ટીઓ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 27 સીટો પર, આરએસપી 5 સીટો પર, એનસીપી(K) 2 સીટો પર ચૂંટણી લડશે. આ ઉપરાંત જનતા દળ, CMP, KC(J), RMP 1-1 સીટો પર ચૂંટણી લડશે.

81 સીટો પર ઉમેદવારોના નામ થયા ફાઈનલ
કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી(PPC)ના અધ્યક્ષ મુલાપલ્લી રામચંદ્રન, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમ્માન ચાંડીએ કહ્યુ કે પાર્ટી 91 સીટો પર ઉમેદવાર ઉતારશે જેમાંથી 81 સીટો પર સામાન્ય સંમતિથી ઉમેદવારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. વળી, બાકી 10 સીટો માટે આશા રાખવામાં આવી રહી છે કે કાલ સુધી નામ ફાઈનલ થઈ જશે. ત્યારબાદ જ અમે પોતાનુ લિસ્ટ જાહેર કરી દઈશુ.
નેમોમ સીટ માટે થઈ રહી છે ચર્ચા
તમને જણાવી દઈએ કે નેમોમ વિધાનસભા સીટ માટે ઘણી ચર્ચા આ વખતે થઈ રહી છે કારણકે આ એકમાત્ર એવી સીટ છે જે 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં ગઈ હતી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ સીટથી રમનેશ ચેન્નીથલાને જ ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. જો કે હવે આ વિશે ચેન્નીથલા સાથે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે આ વખતે આ સીટ પર નબળા ઉમેદવારને ઉતારવામાં નહિ આવે. તમને જણાવી દઈએ કે હજુ કેરળમાં ભાજપે પણ પોતાના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યુ નથી. માનવામાં આવી રહ્યુ છે કે રવિવારે જ ભાજપ પણ પોતાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
