For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે કોંગ્રેસ કોર ગ્રુપની બેઠકમાં આજે વિચાર કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જુલાઇ: કોંગ્રેસ પૃથક તેલંગાણા રાજ્યની માંગણી પર પોતાના વિચારોને અંતિમ રૂપ આપવાના ચરણમાં છે અને આ મુદ્દે વિચાર વિમર્શ કરવા માટે જલદી જ સર્વદળીય બેઠક બોલાવવામાં આવી શકે છે. તેલંગાણા મુદ્દે શુક્રવારે કોંગ્રેસ કોર ગ્રુપની બેઠકમાં વિચાર કરવામાં આવશે.

એવા સંકેત મળી રહ્યાં છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકની જે પહેલાં યોજના બનાવવામાં આવી હતી, તેમાં હજુ સુધી વધુ સમય લાગી શકે છે કારણ કે પાર્ટીમાં એ વિચાર બનાવ્યો છે કે તેલંગાણા પર નિર્ણય એક 'સામૂહિક જવાબદારી' છે અને તે કોઇ પાર્ટીને સંબંધિત નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંબંધમાં એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી શકે છે. બીજી તરફ પુનર્ગઠન સમિતિ નિમવાની સંભાવવાનો લઇને ચર્ચાઓ થઇ રહી છે.

sonia-telangana-600

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં આજે સાંજે યોજાનારી કોર ગ્રુપની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથે તલંગાણા પર પણ ચર્ચા કરવામાં આવશે. તેલંગાણા પર સઘન વાતચીત દરમિયાન ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ ગઇકાલે કહ્યું હતું કે પૃથક રાજ્યની માંગણી પર 'કોઇ ને કોઇ નિર્ણય' જલદી લેવામાં આવશે.

સુશીલ કુમાર શિંદે ઓગષ્ટને સંસદના ચોમાસુ સત્ર શરૂ થયા પહેલાં તેલંગાણાની માંગણી પર સરકાર દ્વારા કોઇ જાહેરાત કરવાની સંભાવના પર કરવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા. કોંગ્રેસ સમિતિના એક વરિષ્ઠ પદાધિકારીનું નામ ગુપ્ત રાખવાની શરતે પહેલાં કહ્યું હતું કે વિવાદાસ્પદ મુદ્દે સત્ર પહેલાં જ નિર્ણય થઇ શકે છે.

English summary
An all-party meeting could be called soon to discuss the Telangana issue as Congress is close to formulating a final view over the separate statehood demand, which will be discussed at the Congress Core Group meeting Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X