ગોવા એરપોર્ટ પર અમિત શાહની બેઠક અંગે નારાજ કોંગ્રેસ

Written By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગોવાની મુલાકાતે છે, અહીં તેમણે એરપોર્ટ કોમ્પલેક્સમાં જ જાહેરમાં બેઠક ભરતાં કોંગ્રેસ પક્ષ આ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસે આ બેઠકનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ સત્તાનો દુરુપયોગ છે. અમે એરપોર્ટ કોમ્પ્લેક્સમાં થેયલ બેઠકની આલોચના કરીએ છીએ. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી ગીરિશે એક નિવેદન જાહેર કરી આ બેઠકની આલોચના કરી છે.

amit shah

ગીરિશે ઓરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે ગોવા એરપોર્ટ પર યોજાયેલ આ બેઠક અંગે તપાસની માંગણી કરી છે. આ બેઠકને સત્તાનો દુરુપયોગ જણાવતાં કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકારે એરપોર્ટ કોમ્પ્લેક્સમાં બેઠક કરી કોઇ યોગ્ય ઉદાહરણ પૂરું નથી પાડ્યું. જે અધિકારીઓએ આ બેઠકની પરવાનગી આપી હતી, તેમની તપાસ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દરિયાઇ રાજ્યોની મુલાકાતે નીકળ્યા હતા, જે હેઠળ તેમણે ગોવાની પણ મુલાકાત લીધી હતી. ગોવામાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર યોજાયેલ બેઠકમાં અમિત શાહ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પણ હાજર હતા.

English summary
Congress criticizes Amit Shah's public meet at Goa airport.
Please Wait while comments are loading...