For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMનું અપમાન! નેહરુ જયંતિ પર દુનિયાના 54 નેતાઓને આમંત્રણ, મોદીને નહીં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 નવેમ્બર: કોંગ્રેસે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂની 125મી વર્ષગાંઠ પર દુનિયાભરના નેતાઓને બોલાવ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હજી સુધી કોઇ આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી.

કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું કે નેહરૂની 125મી વર્ષગાંઠ નિમિત્તે 17 અને 18 નવેમ્બરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય કોન્ફ્રેન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આનંદ શર્માએ આ વાતની ખરાઇ કરી છે કે આ આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવામાં આવ્યા નથી. ખાસ વાત એ પણ છે કે આ દરમિયાન મોદી દેશમાં હાજર નહીં હોય. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે દુનિયાના 54 નેતાઓને આ આયોજનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

modi
જોકે, કોંગ્રેસ તરફથી એ નથી બતાવવામાં આવ્યુ કે કયા-કયા નેતાઓએ તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. માહિતી અનુસાર વિશ્વના ઘણા મોટા નેતાઓએ આ કોંન્ફ્રેન્સમાં પોતાની ઉપસ્થિતિને લઇને હજી સુધી કોઇ જાહેરાત કરી નથી.

નેહરૂની 125મી જયંતિના અવસર પર કોંગ્રેસે એક વર્ષ સુધી જારી રહેનારા આયોજનોની રૂપરેખાની જાહેરાત કરી છે અને આ આયોજનોની શરૂઆત નેહરૂના જન્મદિવસ 14 નવેમ્બરથી શરૂ થશે. આ દિવસોમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પાર્ટી કાર્યકર્તાઓ પાસે એ વાતનું વચન લેશે કે તેઓ નેહરુના વિઝનને આગળ ધપાવવામાં મંડ્યા રહેશે.

રસપ્રદ વાત એ છે કે ભારત સરકારના અધીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેહરૂના જન્મદિવસને મનાવવાની યોજના બનાવી રાખી છે. સંસ્કૃતિ મંત્રાલયે આના માટે 20 કરોડના બજેટની ફાળવણી કરી રાખી છે. આ કમિટિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે, પરંતુ તેમાં નેહરૂ-ગાંધી પરિવારના કોઇ સભ્યોને રાખવામાં નથી આવ્યા.

English summary
Congress did not give invitation to PM Modi on Nehru's 125th Anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X