For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ મુસ્લિમ વોટો માટે નરેન્દ્ર મોદીનો ડર પેદા કરી રહી છે: મદની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જયપુર, 15 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ માહોલ પોતાના પક્ષમાં કરવા માટે હાલના દિવસોમાં સખત તૈયારીમાં જોડાયેલી કોંગ્રેસ પાર્ટી પર જમીયત એ ઉમેલા એ હિંદના પ્રમુખ સૈયદ મહમૂદ મદનીએ આકરો પ્રહાર કર્યો છે. તેમને કહ્યું હતું કે ફક્ત મુસ્લિમોનું સમર્થન પ્રાપ્ત કરવા તથા વોટોને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીને લઇને ડર પેદા કરી રહી છે.

જયપુરના બિરલા ઑડિટોરિયમમાં રવિવારે મુસ્લિમ અનામતની માંગ સંબંધી વિષય પર એક કોંન્ફરન્સને સંબોધિત કરતાં મદનીએ કહ્યું હતું કે મુસ્લિમોને નરેન્દ્ર મોદીથી અકારણ ડરવાની કોઇ જરૂર નથી.

રાજ્યસભાના પૂર્વ સાંસદના હવાલેથી કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમુદાયને ડરવું ન જોઇએ. આ દેશમાં ધર્મનિરપેક્ષતાના મૂળિયા ઘણા ઉંડા છે અને સાંપ્રદાયિક તાકતો આમ આદમેમાં દિલોને ક્યારેય જીતી શકી નથી.

વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

કોંગ્રેસને ચેતાવણી

કોંગ્રેસને ચેતાવણી

મદનીએ કહ્યું હતું કે કોંગ્રેસની કોશિશ છે કે મુસલમાન નરેન્દ્ર મોદીના નામથી ડરી જાય અને 2014માં તેમના માટે વોટ કરે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાથી તેમનાથી ડરવાની કોઇ જરૂરિયાત નથી. તેમને કોંગ્રેસને ચેતાવણી આપી હતી કે તેને પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં સબક મળી જશે. કોંગ્રેસ કોઇનો ડર પેદા કરીને મુસ્લિમ વોટ એકઠા કરવાના બદલે સમુદાયની ભલાઇ માટે કામ કરવું જોઇએ

મુસ્લિમ રિઝર્વેશનની માંગણી

મુસ્લિમ રિઝર્વેશનની માંગણી

બીજી તરફ જમીયત ઉમેલા એ હિંદે ભારતમાં મુસ્લિમ સમુદાયને સૌથી પછાત ગણાવતાં ઓછામાં ઓછા 10 ટકા અનામત આપવાની માંગણી કરી છે. મદનીએ સોમવારે કહ્યું હતું કે આ વાત 'મુસ્લિમ રિઝર્વેશન' વિષય પર એક સંગોષ્ઠીને સંબોધિત કરતાં કહી હતી.

મુસ્લિમાનોને તેમનો હક મળતો નથી

મુસ્લિમાનોને તેમનો હક મળતો નથી

મદનીએ કહ્યું હતું કે પછાતવર્ગોને આપવામાં આવતાં અનામતનો લાભ મુસ્લિમાનોને તેમનો હક મળતો નથી, જ્યારે પ્રભાવિત કરનાર વર્ગ વધુને વધુ ફાયદો ઉઠાવી રહ્યો છે. મદનીએ કહ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકાર, રાજસ્થાનની કોંગ્રેસ સરકાર અને રાજકિય દળો મુસલમાનોને તેમનો હક આપવાની વાત તો કરે છે, પરંતુ શરતો તથા નિયમોના કારણે આ સમુદાયને લાભ મળી શકતો નથી.

મુસલમાનોની સુરક્ષામાં અસફળ

મુસલમાનોની સુરક્ષામાં અસફળ

જમીયત નેતાએ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકરો પર મુસલમાનોની સુરક્ષામાં અસફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું હતું કે બંને રાજ્યોની સરકાર રમખાણોમાં અલ્પસંખ્યકોની સુરક્ષા કરવામાં અસરફળ રહી છે.

મોદીની પ્રશંસા ભારે પડી

મોદીની પ્રશંસા ભારે પડી

લગભગ બે વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાના કારણે મૌલાના ગુલામ અહમદ વસ્તાનવીને દારૂલ ઉલૂમ દેવબંધના વીસીનું પદ છોડવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તે સમયે મદની અને તેમના સમર્થકોએ જ વસ્તાનવી વિરૂદ્ધ આંદોલન ચલાવ્યું હતું.

English summary
While Congress is trying hard to build a momentum against BJP's PM candidate Narendra Modi, Jamiat-e-Ulema-e-Hind chief has hit hard on the ruling party, saying it is raising fears about the Gujarat Chief Minister only to secure support of Muslims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X