કોંગ્રેસ પાસે એક પણ વિશ્વસનીય ચહેરો નથી : ઉદ્ધવ ઠાકરે

દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા ઉદ્ધવે જણાવ્યું કે જનતા આ સરકારથી પરેશાન થઇ ચૂકી છે. આ કારણે કેન્દ્રમાં નવી સરકાર એનડીએની જ બનશે.
ઉદ્ધવે એનડીએના મજબૂત સમર્થનમાં જણાવ્યું કે કોંગ્રેસમાં પીએમ પદ માટે કોઇ વિશ્વાસપાત્ર ચહેરો નથી. જો કે ઉદ્ધવ ઠાકરેએ મોદી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પીએમ પદના ઉમેદવારના પ્રશ્નમાં ઉદ્ધવે જણાવ્યું કે તેમની પાર્ટી ભાજપના નિર્ણય બાદ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. ઉદ્ધવે જણાવ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી છે અને સૌ સાથે મળીને કામ કરશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.
એનડીએમાથી જદયુ અલગ થઇ ગયા બાદ એનડીએ સંયોજક પદ પરથી શરદ યાદવના રાજીનામા બાદ ખાલી પડેલા પદ અંગે ઉદ્ધવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું કે તેમની પાસે એનડીએના સંયોજક બનવાનો કોઇ પ્રસ્તાવ આવ્યો નથી.












Click it and Unblock the Notifications
