For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના 10 લાખ રોજગારના એલાન પર બોલ્યા રણદીપ સુરજેવાલા - આને કહેવાય 900 ઉંદર ખાઈને બિલ્લી હજ કરવા નીકળી

પીએમ મોદીના 10 લાખ રોજગારના નિર્દેશ પર કોંગ્રેસે જોરદાર પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આજે એક ટ્વિટ કરીને આવતા દોઢ વર્ષમાં 10 લાખ ખાલી સરકારી પદો ભરવાની વાત કહેવામાં આવી છે. પીએમ મોદીએ બધા વિભાગો તરફથી મંત્રાલયોમાં ખાલી પડેલ જગ્યાઓની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીના આ નિર્દેશ પર કોંગ્રેસે જોરદાર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આને કહેવાય નવસો ઉંદર ખાઈને દિલ્લી હજ કરવા નીકળી, આ દેશમાં 50 વર્ષની સૌથી ભયંકર બેરોજગારી છે. 75 વર્ષમાં સૌથી નીચલા સ્તરે રુપિયે જઈને 78.28 પ્રતિ ડૉલર થઈ ગયો છે. આ દેશમાં 28 લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. આ દેશમાં પ્રજાતંત્ર અને બંધારણને બુલડોઝર નીચે કચડી દેવામાં આવ્યુ છે. હવે ટ્વિટર-ટ્વિટર રમીને પ્રધાનમંત્રી આપણને કેટલી વાર સુધી ભટકાવશે.

randeep surjawala

જે રીતે રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવુ પડ્યુ તેનો કોંગ્રેસના કાર્યકરો જોરદાર વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે ફરી એકવાર રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થવા માટે EDની ઓફિસ પહોંચ્યા છે. આજે ઇડીએ રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા રણદીપ સુરજેવાલાને પોલીસે કસ્ટડીમાં લીધા છે. વળી,રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે ED ઓફિસ પહોંચ્યા છે જ્યાં નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન કાર્યાલય વતી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી. આ પછી પીએમ મોદીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે આગામી દોઢ વર્ષમાં આ ખાલી જગ્યાઓ મિશન મોડમાં ભરવામાં આવે. પીએમ મોદીની આ જાહેરાત બાદ એવુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી અલગ-અલગ જગ્યાઓ પર ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવશે.

English summary
Congress hits at PM Narendra modi over 10 lakh recruitment announcement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X