આ છે કોંગ્રેસઃ લતા મંગેશકરનું અમપાન, તાલિબાનનું સન્માન
મુંબઇ, 13 નવેમ્બરઃ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ઉંચું કદ ધરાવનારા જનાર્દન ચંદુર્કરે ભારતની મેલોડી ક્વીન લતા મંગેશકરને સલાહ આપી છે કે, જો તેઓ નરેન્દ્ર મોદી જેવા લોકોને સમર્થન કરે છે તો તેઓ પોતાનું ભારત રત્ન અને પદ્મ સન્માન પરત કરી દે. શું ભારતના લતા દીદીએ કોઇ ગુનો કર્યો છે? કદાચ કોંગ્રેસની નજરમાં હા! તો તેવામાં એ કહેવામાં જરા પણ ખોટું નથી કે, કોંગ્રેસ એ પાર્ટીછે, જે સુર સમ્રાજ્ઞીનું અપમાન કરે છે અને હાફિઝ સઇદનું સન્માન તથા તાલિબાનનું સ્વાગત. કોંગ્રેસ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના કાર્ય અને નેતાઓના કથન પરથી તો એવું જ લાગે છે.
ચંદુર્કરે કહ્યું, ‘ભારત રત્ન અથવા પદ્મ સન્માન વિજેતાઓ જો નરેન્દ્ર મોદી જેવા સાંપ્રદાયિક લોકોને વખાણે છે, તો પોતાનો એવોર્ડ પરત કરી દે.' આ અંગે જ્યારે મીડિયાને પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું, ‘ હું લતાજી સાથે આ સંબંધમાં સીધો વાત કરીશ, પરંતુ તેમણે આવું કરવું જ હોય તો તેઓ ભારત રત્નનો એવોર્ડ પરત કરી દે. હું જાતે જ વડાપ્રધાનને પત્ર લખીશ કે સન્માન પ્રાપ્ત વ્યક્તિ જો આવું કરે છે, તો તેમની પાસેથી એવોર્ડ પરત લઇ લેવો જોઇએ.'હાફિઝ સઇદનું સન્માન
તમને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું એ નિવેદન જરૂરથી યાદ હશે, જેને તેમણે ડિસેમ્બર 2012માં સંસદમાં આપ્યું હતું. શિંદેએ કહ્યું હતું કે પાકિસ્તાનના ગૃહમંત્રી દ્વારા અમને સમજાવવામાં આવ્યું છે કે, શ્રી હાફિઝ સઇદને 26/11ને મુંબઇ આતંકી હુમલાના સંબંધમાં પકડવામાં આવ્યા હતા. શ્રી લગાવીને શિંદે પહેલા આતંકવાદીને સન્માન આપ્યું ને પછી આગળ પોતાની વાતમાં હાફિઝ સઇદને હાફિઝ સાહબ કહીંને સંબોધિત કર્યા. જરા વિચારો દેશની આંતરિક સુરક્ષાનો જવબાદાર વ્યક્તિ આતંકવાદીનું સન્માન કરે છે, તો તમે સરકારની બેવડી નીતિનો અંદાજો જાતે જ લગાવી શકો છો.
તાલિબાનનું સ્વાગત
હવે જો તાલિબાનીઓના સ્વાગતની વાત કરવામાં આવે તો તમે જોઇ શકો છો કે, કેવી રીતે આપણી યુપીએ સરકાર આંતરિક સુરક્ષા સાથે રમી રહી છે. તાજેતરમાં તાલિબાનના લીડર અબ્દુલ સલામ જઇફને ભારત સરકારે ભારત આવવા માટે વીઝા આપ્યા. ખાસ વાત એ છે કે, આ વીઝા જાતે સરકારે જ આપ્યા. આ અંગે સરકારને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો જવાબ મળ્યો કે વીઝા આપવામાં કેન્દ્ર સરકારની કોઇ ભૂમિકા નથી. જો ખરેખર તેની કોઇ ભૂમિકા નથી તો, બાંગ્લાદેશના તસ્લીમા નસરીનને વીઝા આપવાની શા માટે સતત મનાઇ કરવામાં આવી રહી છે. કારણ કે, તેઓ ભારત આવશે તો ભારતની જનતા ભડકશે.
તેથી જો તસ્લીમા માટે વીઝા નિયમ કાયદો લાગુ થાય છે, તો તાલિબાની નેતા માટે કેમ નહીં. જઇફે અનેક ભડકાઉ ભાષણ આપ્યા છે. એટલે સુધી કે આતંકી ગતિવિધિઓના કારણે ગુઆતાનામોની ખાડીની જેલમાં તેને બંધ કરવામાં આવ્યો હતો. 9/11ના હુમલાઓ દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારમાં ડિપ્ટી મિનિસ્ટરના પદ પર તે તેનાત હતો. એટલું જ નહીં, ગોવામાં આયોજિત થિંક 2013ની કોન્ફરન્સમાં જઇફને સન્માન સહિત આમંત્રિત કરવામાં આવ્યો. જ્યાં તેને ચિદમબરમ સાથે ગહન ચર્ચા કરતો દર્શાવાયો હતો.
શું વિચારી રહી છે સામાન્ય જનતા
લતા મંગેશકર પર આપવામાં આવેલા કોંગ્રેસી નેતાના નિવેદન પર સામાન્ય જનતા સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા અંગે વિચારી રહી છે અને એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસની અંદર એ વાતનો ભય પેસી ગયો છે કે, ક્યાંક નરેન્દ્ર મોદીની આંધી તેમના આશિયાનાને ધ્વસ્ત ના કરી દે.