ટીકીટ નહીં મળતા કોંગ્રેસી નેતાએ ઝેરના પારખા કર્યા!
ભોપાલ, 7 નવેમ્બર: મધ્ય પ્રદેશમાં ટીકીટને લઇને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા નેતાઓમાં જોરદાર ઘમાસાણ ચાલી રહી છે, જેને પગલે ઘણા નેતાઓમાં અસંતોષની લાગણી પણ પેદા થઇ ગઇ છે. અહીં સુધી વાત જીવ આપી દેવા સુધી પહોંચી રહી છે. આવા એક મામલામાં આગરમાલવા જિલ્લાથી ટીકીટ નહીં મળતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરસિંહ માલવીયએ ઝેર ખાઇ લીધું છે. ગંભીર હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી જાણકારી અનુસાર બૈજનાથ ગામના રહેવાસી નરસિંહ માલવીયાએ પોતાને નહીં ગણકારવાને કારણે ઝેર ઘોળી લીધું છે, ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. નરસિંહની હાલત ગંભીર હોવાના કારણે તેમને ઉજ્જૈન મોકલી દેવામાં આવ્યા, જ્યાં તેમની મોત થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના દ્વારા ઝેર ખાવાના મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ નરસિંહની પાસેથી કોઇ સુસાઇડ નોટ પણ નથી મળ્યું. રાજ્યમાં બે ડજનથી વધારે સ્થળો પર ટીકીટ વિતરણને લઇને બંને દળોને જોરદાર અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. બંને પાર્ટીઓના લગભગ એક-એક 12 સ્થળો પર ઉમેદવારોની જાહેરાત કરવાની હજી બાકી છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 નવેમ્બર છે.












Click it and Unblock the Notifications
