લદ્દાખમાં ઝડપ વિશે કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો, રમકડાંની વાતો કરી ધ્યાન ભટકાવવાથી કંઈ નહિ થાય
સંરક્ષણ મંત્રાલય તરફથી આવેલી માહિતી બાદ વિપક્ષી દળ કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની ચીન સાથે નીતિ વિશે સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ઝડપ થઈ છે. 29 અને 30 ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી ત્યારબાદ બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ થઈ. ત્યારબાદ બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ થઈ. ત્યારબાદ સ્થિતિ સતત તણાવપૂર્ણ છે. સંરક્ષણ મંત્રાલય તરફથી આવેલી માહિતી બાદ વિપક્ષી દળ કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની ચીન સાથે નીતિ વિશે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગિલે કહ્યુ છે કે ચીન એલએસી પર સતત દુસ્સાહસ કરી રહ્યુ છે અને સ્થિતિને બદલવાની કોશિશમાં છે પરંતુ ભાજપ સરકાર વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી. તેમણે કહ્યુ કે આત્મનિર્ભર ભારત, ભારતીય નસલના કૂતરા અને રમકડાંની વાત કરીને તમે ધ્યાન ભટકાવી શકો છો પરંતુ ચીન સાથે કેવી રીતે નિપટવાનુ છે તેના પર ધ્યાન તો આપવુ જ પડશે.

'મોદીજીની લાલ આંખ ક્યારે દેખાશે?'
જયવીર શેરગિલે ટ્વિટર પર કહ્યુ છે કે સોશિયલ મીડિયાની વાતો માટે ભાજપ તરત જ સક્રિય થઈ જાય છે પરંતુ ચીન મામલે સૂતી રહે છે. અહીં સુધી કે નામ લેવાનુ પણ ટાળે છે. મોદી સરકાર ચીન વિશેની હકીકત બતાવવાના બદલે જૂઠનો સહારો લઈ રહી છે. વળી, કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ આના પર કહ્યુ - દેશની જમીન પર કબ્જાનુ નવુ દુસ્સાહસ! રોજ નવી ચીની ઘૂસણખોરી, પેંગોંગ ત્સો લેક વિસ્તાર, ગોગરા તેમજ ગલવાન વેલી, ડેપસંગ પ્લેનસ, લિપુલેખ, ડોકા લૉ તેમજ નાકુ લૉ પાસ. સેના તો ભારત માની રક્ષામાં નીડર ઉભી છે પરંતુ મોદીજીની લાલ આંખ ક્યારે દેખાશે?

શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ
સેના પ્રવકતા કર્નલ અમન આનંદે સોમવારે જણાવ્યુ છે, 29 અને 30 ઓગસ્ટની રાતે પીએલએના જવાનોએ પૂર્વ લદ્દાખમાં જારી ટકરાવ દરમિયાન મિલિટ્રી અને રાજનાયિક વાતચીત દરમિયાન બનેલી સામાન્ય સંમતિનુ ઉલ્લંઘન કર્યુ અને ભડકાઉ સૈન્ય ગતિવિધિઓને અંજામ આપ્યો છે. સેના વાતચીત દ્વારા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ સાથે જ સમાન રીતે પોતાની ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે પણ દ્રઢ નિશ્ચિત છે.

ચીની સૈનિકોનો ભારે જમાવડો
કર્નલ આનંદે માહિતી આપી છે કે ચુશુલમાં અત્યારે બ્રિગેડ કમાંડર મીટિંગ આ મુદ્દે ઉકેલવા માટે ચાલી રહી છે. ચીની સૈનિકોએ આ વખતે પેંગોંગ ઝીલના દક્ષિણ ભાગમાં ગતિવિધિઓને અંજામ આપ્યો છે. અત્યારે ઝીલના દક્ષિણ ભાગમાં પણ ચીની સૈનિકોનો ભારે જમાવડો છે.












Click it and Unblock the Notifications
