રેપ પીડિતાએ પરિવાર સાથે ખાધુ ઝેર, પ્રિયંકાએ કહ્યુ, CM અને મંત્રીઓને શરમ આવવી જોઈએ
દેશભરમાં મહિલાઓ સાથે હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી આવી સૌથી વધુ ઘટનાઓ આવી છે. હવે આવી જ એક ઘટના રાજ્યના વારાણસીથી પણ સામે આવી છે. જ્યાં એક રેપ પીડિતાએ પોતાના માતાપિતા સાથે ઝેર ખઈ લીધુ છે. ત્રણે હાલમાં જોખમથી બહાર છે. આ બાબતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યુ છે.

ઉત્તર પ્રદેશની સ્થિતિ જુઓ
તેમણે સમાચારની ક્લીપિંગ પોસ્ટ કરીને ટ્વિટ કર્યુ, ઉત્તર પ્રદેશની સ્થિતિ જુઓ. સેંકડો ભયાનક ઘટનાઓ થયા બાદ પણ મહિલા સુરક્ષા મુદ્દે સરકાર તરફથી કોઈ હલચલ થતી દેખાતી નથી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓને શરમ આવવી જોઈએ. તે શેની રાહ જોઈ રહ્યા છો? તમે પોતાની મહિલા નાગરિકોને ન્યાયનો ભરોસો નથી આપી શકતા.

સુસાઈડ નોટ પણ મળી આવી
પીડિતાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે પોતાના મોત માટે સીઓ કેન્ટ, ઈન્સ્પેક્ટર કેન્ટ, પહાડિયા ચોકી પ્રભારી સહિત ત્રણે આરોપીઓને જવાબદાર ગણાવ્યા છે. પીડિતાએ કહ્યુ કે આ લોકોએ તેના પર નિવેદન બદલવાનુ દબાણ કર્યુ હતુ. જેના કારણે તેણે આ પગલુ ઉઠાવવુ પડ્યુ.
આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં ચાલુ રહેશે શીત લહેર, જાણો દેશભરનુ તાપમાન કેવુ રહેશે

બે આરોપીની ધરપકડ
આ નોટમાં યુવતીના પિતાએ લખ્યુ છે કે પોલિસ સ્ટેશન ઈન્ચાર્જ કેન્ટ રેલવે સ્ટેશન પર તૈનાત આરોપી સીનિયર ટીસીને બચાવવા ઈચ્છે છે. તે ન્યાય માટે ચક્કર લગાવતા લગાવતા થાકી ગયા છે. એટલા માટે પોતાની પત્ની અને દીકરી સાથે એસપી ઓફિસ સામે આત્મહત્યા કરી રહ્યા છે. આ ત્રણે જ સર્કિટ હાઉસ પાસે બેભાન અવસ્થામાં મળ્યા હતા. જો કે આ કેસમાં એસએસપીએ કોઈ પણ પ્રકારની યાતનાનો ઈનકાર કરીને કહ્યુ કે કાર્યવાહી ચાલી રહી છે. બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને ભાગેડુ આરોપીની શોધ ચાલી રહી છે.