For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે રાહુલ ગાંધી, ઘણા મુદ્દાઓ અંગે સરકાર પર સાધશે નિશાન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે બપોરે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખા દેશમાં કોરના મહામારીની બીજી લહેર સામે લડી રહ્યા છે. જો હવે ધીમે ધીમે દૈનિક કેસો ઘટી રહ્યા છે પરંતુ વેક્સીનની કમી હજુ પણ રાજ્યોમાં ચાલુ છે. આ અંગે વિપક્ષ પણ સરકારને જોરશોરથી ઘેરવામાં લાગી છે. જેના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે બપોરે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે. આશા છે કે તે આ મહામારી અને વેક્સીન પર પોતાની વાત મૂકશે.

rahul gandhi

વળી, હાલમાં જ કેન્દ્ર સરકારે પૉઝિટિવીટી વિશે વાત કરી હતી. સરકારનુ માનવુ છે કે આ મુશ્કેલ સમયમાં લોકોએ પૉઝિટિવ વસ્તુઓ જ વિચારવી જોઈએ. જેના પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે 'Positivity'એક સ્ટંટ છે જેથી પીએમની નીતિઓના કારણે થયેલ કોરોના મૃત્યુના અસલી આંકડાઓ છૂપાવી શકાય. આ પહેલા એક ટ્વિટમાં તેમણે લખ્યુ કે વેક્સીનની ખરીદી કેન્દ્ર કરે અને વિતરણ રાજ્ય - ત્યારે જ દરેક ગામ સુધી વેક્સીન સુરક્ષા પહોંચી શકે છે. આ સીધી વાત કેન્દ્ર સરકારને કેમ સમજમાં નથી આવતી?

ભાજપે કર્યો હતો પલટવાર

વળી, ગયા દિવસોમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધીને લખ્યુ કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા સોશિયલ મીડિયા અને તેના પર પોતાની ખોટી ઈમેજ બનાવવાની છે જ્યારે જનતાને આની સાથે કોઈ લેવાદેવા નથી. જનતાની પ્રાથમિકતા તો રેકૉર્ડતોડ મોંઘવારીથી છૂટકારો મેળવવાની છે અને કોરોના વેક્સીન લગાવવાની છે. તેમણે સરકારને પૂછ્યુ કે આ કેવા સારા દિવસો છે?

English summary
Congress leader Rahul Gandhi press conference corona vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X