For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીથી નારાજ સંજય નિરુપમે કહ્યુ, 'મિલિંદ દેવડા નપાવટ વ્યક્તિ, પાર્ટીને ખતમ કરી દીધી'

સંજય નિરુપમે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે મહારાષ્ટ્રમા કોંગ્રેસને ખતમ કરવાનુ કામ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં ટિકિટ વહેંચણીથી નારાજ સંજય નિરુપમે પોતાને ચૂંટણી પ્રચારથી અલગ કરી દીધા છે. આ પહેલા નિરુપમે ટ્વિટ કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. હવે એક ટીવી ચેનલ સાથે વાત કરીને સંજય નિરુપમે મુંબઈ કોંગ્રેસ ચીફ મિલિંદ દેવડા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સંજય નિરુપમે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે મહારાષ્ટ્રમા કોંગ્રેસને ખતમ કરવાનુ કામ કરી રહ્યા છે.

Sanjay Nirupam

વાસ્તમાં ટીવી એંકરે જ્યારે સંજય નિરુપમને સવાલ પૂછ્યો કે શું તમારા અને દેવડાજી વચ્ચે પાર્ટી વહેંચાઈ ગઈ છે. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે માણસે મને હટાવવા માટે ષડયંત્ર રચ્યુ છે. તેણે છેલ્લા પાંચ મહિનામાં આખી પાર્ટીનુ સત્યાનાશ કરી દીધુ. એટલુ જ નહિ કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલ ઉમેદવારોના નામો પર પણ સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યુ કે મે પાર્ટીને માત્ર એક ટિકિટની ભલામણ કરી હતી જેને માનવામાં આવી નહિ. લોકસભા ચૂંટણી દરમિયાન પણ આવુ થયુ હતુ. આનાથી લાગે છે કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી એટલા માટે હું પોતાને ચૂંટણી અભિયાનથી અલગ કરી રહ્યો છુ. નિરુપમે કહ્યુ કે મુંબઈમાં 36 સીટો છે અને મે પોતાના મતવિસ્તારમાં એક સીટ માટે બધા વરિષ્ઠ નેતાઓને પૂછ્યુ હતુ, હું તેમને એક યોગ્ય ધારાસભ્ય આપીશ, જેણે ગઈ લોકસભા ચૂંટણીમાં આકરી મહેનત કરી હતી.

નિરુપણ આટલેથી ન રોકાયા તેમણે આગળ કહ્યુ તે આજે મને ખબર પડી કે તે મારા દ્વારા સૂચવાયેલા નામોનો અસ્વીકાર કરી રહ્યા છે. તાત્પર્ય એ છે કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી અને જો પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી, તો સારુ એ છે કે હું ચૂંટણી અભિયાનથી હટી જઉ. આ મારો અંતિમ નિર્ણય છે. જો કે હજુ પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય નથી આવ્યો પરંતુ પાર્ટી નેતૃત્વ મારી સાથે જે રીતનો વ્યવહાર કરી રહ્યુ છે તેનાથી લાગે છે કે તે દિવસ પણ વધુ દૂર નથી.

આ પણ વાંચોઃ શશિ થરુરે કહ્યુ, કાશ્મીર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસ-ભાજપનુ વલણ એકસમાનઆ પણ વાંચોઃ શશિ થરુરે કહ્યુ, કાશ્મીર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસ-ભાજપનુ વલણ એકસમાન

English summary
congress leader Sanjay Nirupam says Milind Deora is a nikamma, destroyed Congress in maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X