For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરુરઃ ‘અમે બધા પીએમ મોદી સાથે છીએ, પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથી'

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સોમવારે પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે. થરુરે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ઝાટક્યુ અને કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે એકસાથે છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સોમવારે પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે. થરુરે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ઝાટક્યુ અને કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે એકસાથે છે. સાથે તેમણે એ અંગેની માહિતી પણ આપી છે કે વિપક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને જો મુદ્દો યુનાઈટેડ નેશન્સ (યુએન) સુધી પહોંચ્યો તો ત્યાં પણ તેમનુ સમર્થન કરશે. પીએમ મોદી આ મહિનાના અંતમાં યુનાઈટેડ નેશન્સને સંબોધિત કરશે.

કુરેશીના નિવેદન બાદ ટિપ્પણી

કુરેશીના નિવેદન બાદ ટિપ્પણી

થરુરે સોમવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ, ‘જ્યાં સુધી ભારતના આંતરિક મુદ્દાઓની વાત છે, પાકિસ્તાનને કોઈ અધિકાર નથી આના પર કંઈ પણ બોલવાનો અને ભારતની બહાર અમે એક સાથે છીએ. અમે સરકારની કાશ્મીર પર ટીકા કરી શકીએ છીએ કારણકે એ અમારો આંતરિક મુદ્દો છે પરંતુ ભારતની બહાર અમે એક છીએ. અમે એક ઈંચ પણ પાકિસ્તાનને નહિ આપીએ.' કેરળના તિરુવનંતપુરમના સાંસદ થરુરનુ આ નિવેદન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની એક ટિપ્પણી બાદ આવ્યુ છે.

કાશ્મીર પર જિનીવામાં પ્રસ્તાવ લાવવાની તૈયારી

કાશ્મીર પર જિનીવામાં પ્રસ્તાવ લાવવાની તૈયારી

કુરેશી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે જિનીવા માટે નીકળ્યા છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. કુરેશીની માનીએ તો જિનીવામાં યુએનએચઆરસી સંમેલનમાં કાશ્મીર પર પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. સોમવારે જિનીવામા યુએનએચઆરસીનું 42મુ સત્ર શરૂ થયુ છે. થરુરે પાકિસ્તાન પર ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકેની સ્થિતિ બદલવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ Pics: લાલબાગના રાજાના દ્વારે પહોંચ્યા અમિતાભ અને મુકેશ અંબાણીઆ પણ વાંચોઃ Pics: લાલબાગના રાજાના દ્વારે પહોંચ્યા અમિતાભ અને મુકેશ અંબાણી

પાકને નથી કોઈ અધિકાર

પાકને નથી કોઈ અધિકાર

થરુરે કહ્યુ છે કે જે વાત માટે પાકિસ્તાન, ભારત પર આરોપ લગાવી રહ્યો છે તેને તે બહુ અંજામ આપી ચૂક્યુ છે. તેમની પાસે હવે ભારતને કંઈ કહેવાનો કોઈ અધિકાર નથી. થરુરે હાલમાં એ પણ કહ્યુ કે કાશ્મીરમાં લોકોને જે સમસ્યાઓ થઈ રહી છે, તે હકીકત છે અને વિપક્ષ આના પર કેન્દ્ર સરકારને સવાલ કરશે.

યુએનમાં પીએમ મોદીને પૂરુ સમર્થન

યુએનમાં પીએમ મોદીને પૂરુ સમર્થન

જ્યારે થરુરને પૂછવામાં આવ્યુ કે આવનારી યુનાઈટેડ નેશન્લ જનરલ અસેમ્બલી (ઉંગા) દરમિયાન વિપક્ષનું વલણ રહેશે તેના પર તેમણે કહ્યુ કે, ‘ભારતના પ્રધાનમંત્રીને યુએનમાં બહુ સમ્માન સાથે સાંભળવામાં આવે છે. પીએમ મોદીએ ત્યાં જવુ જોઈએ અને બોલવુ જોઈએ અમે બધા તેમની સાથે છીએ.'

English summary
Congress leader Shashi Tharoor has said that his party is with PM Modi at UN.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X