રાહુલના અધ્યક્ષ બનવા પર કોંગ્રેસી નેતાનો વંશવાદનો આરોપ
ઉલ્લેખનીય છે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ડિસેમ્બરમાં અધ્યક્ષ તરીકે તાજપોશી થઇ શકે છે. પણ આ વચ્ચે પાર્ટીમાં આ મુદ્દાને લઇને જ વિવાદ વધ્યો છે. કોંગ્રેસના યુવા નેતા અને પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનવા મામલે સવાલો કર્યા છે. પૂનાવાલાએ કહ્યું છે કે પાર્ટીમાં વંશવાદની રાજનીતિ રમાઇ રહી છે. અને તેમણે આ માટે અણગમો પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચૂંટણીના આધારે અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં નથી આવ્યા.
શહજાદ પૂનાવાલાએ ટ્વિટર પર એક પછી એક ટ્વિટ કરીને પાર્ટી પર પોતાની ભડાશ નીકાળી છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે રાહુલને પાર્ટી અધ્યક્ષ બનાવામાં આવે છે તે પણ ચૂંટણી વગર કેમ કે તે ગાંધી પરિવારથી સંબંધ ધરાવે છે માટે? પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે પાર્ટીમાં આ મુદ્દો કોઇ ઉઠાવી નથી રહ્યું કારણ કે કોંગ્રેસમાં લોકોને અવાજ ઉઠાવાની હિંમત નથી. બધા વંશવાદ અને ચાપલુસી કરવામાં પડ્યા છે અને આ માટે તેઓ ચૂપ બેઠા છે. જો કે આ પછી શહજાદના મોટા ભાઇ તહસીન પૂનાવાલાએ અણગમો વ્યક્ત કર્યો છે. અને કહ્યું છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં કોંગ્રેસ જીતી રહી છે ત્યારે શહજાદને આવી વાત તેમને ચોંકાવી રહી છે. સાથે જ તેમણે અધિકૃત રીતે તેમના ભાઇ સાથે રાજકીય સંબંધો કાપી નાંખ્યા છે. આ પહેલા ટાઇમ્સ નાઉ સાથે વાતચીતમાં પણ શહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદ છોડી સામાન્ય સદસ્યની રીતે ચૂંટણી લડવી જોઇએ. તેમણે કહ્યું કે "હું રાહુલને રાહુલના રૂપમાં કોંગ્રેસનો અધ્યક્ષ બનતો જોવા માંગું છું નહીં કે ગાંધીના રૂપમાં!"