દિલ્લીમાં સોનિયા ગાંધીના ઘરે થઈ હાઈ લેવલ મીટિંગ, શામેલ થયા પ્રશાંત કિશોર

દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર શનિવારે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી.

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર શનિવારે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી. આ બેઠકને લઈને સૌથી મોટી અને ચોંકાવનારી માહિતી એ હતી કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ આ બેઠકમાં શામેલ થયા. માહિતી મુજબ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જૂન ખડગે, અજય માકન અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા. માનવામાં આવી રહ્યુ છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશના વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતાની સાથે જોડી શકે છે.

sonia-pk

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનિયા ગાંધીના આવાસ પર આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી. આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતાઓને આગામી રણનીતિને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે થોડી વાર પછી કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ મીડિયા સામે વિસ્તારથી માહિતી રાખશે.

2024ની લોકસભા ચૂંટણીમાં પીકેને મહત્વની જવાબદારી સોંપી શકે છે કોંગ્રેસ!

તમને જણાવી દઈએ કે હાલમાં જ પાંચ રાજ્યોમાં કોંગ્રેસને મળેલી હાર બાદથી પ્રશાંત કિશોર અને ગાંધી પરિવાર વચ્ચે વાતચીત થવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સૂત્રોની માનીએ તો કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરને મહત્વની જવાબદારી આપી શકે છે. જો કે, પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીતના સમાચારો આવ્યા હતા પરંતુ આ વાતચીત કોઈ પરિણામ સુધી પહોંચી શકી નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X