For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ MLAનો દાવો-ભાજપે મારી પત્નીને નથી કરી 15 કરોડની ઓફર, ટેપ નકલી

એક કોંગ્રેસ ધારાસભ્યએ પોતાના પક્ષની પોલ ખોલી દીધી છે. કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે પોતાના પક્ષના નેતાઓની વાત ખોટી પાડતા એક ફેસબુક પોસ્ટ લખી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં યેદુરપ્પાના ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યુ છે. પુરાવા રૂપે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ઓડિયો ટેપ પણ જારી કરી. પરંતુ હવે એક કોંગ્રેસ ધારાસભ્યએ પોતાના પક્ષની પોલ ખોલી દીધી છે. કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે પોતાના પક્ષના નેતાઓની વાત ખોટી પાડતા એક ફેસબુક પોસ્ટ લખી છે.

shivram

કોંગ્રેસી ધારાસભ્યએ ખોલી પોલ

કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે કોંગ્રેસના એ દાવાને ખોટો સાબિત કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને અને તેમની પત્નીને ભાજપે પૈસાની લાલચ આપી હતી. શિવરામ હેબ્બરનું કહેવુ છે કે કોંગ્રેસ નેતાઓએ જે ઓડિયો ટેપ જારી કરી છે તેમાં તેમની પત્નીનો અવાજ નથી.

ધારાસભ્યએ ફેસબુક પોસ્ટ લખીને કર્યો ઈનકાર

તેમણે આગળ કહ્યુ કે, "તેમને અને તેમની પત્નીને કોઈએ ફોન કર્યો નથી અને તે આ પ્રકારની રાજનીતિની નિંદા કરે છે." શિવરામ હેબ્બરે ફેસબુક પર લખ્યુ કે, "તે જનતાનો આભાર માને છે કે જનતાએ તેમને ફરીથી તક આપી છે. તેઓ જનતા માટે કામ કરતા રહેશે."

કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલ બોલ્યા, "મને કર્યો હતો ફોન"

કોંગ્રેસ ધારાસભ્ય શિવરામ હેબ્બરે ભલે કોંગ્રેસના આરોપોને ખોટા કહ્યા હોય પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટિલે કહ્યુ કે, "ભાજપે મને મંત્રી પદ ઓફર કર્યુ હતુ." ધારાસભ્ય શિવરામ વિશે બોલતા બીસી પાટિલે કહ્યુ કે, "મને ખબર નથી કોણ શું કહી રહ્યુ છે. હું માત્ર મારા વિશે કહી શકુ છુ. યેદુરપ્પા, શ્રીરામુલુ અને મુરલીધર રાવે મારી સાથે વાત કરી હતી."

English summary
congress mla shivaram hebbar dismisses bribe tape embarrassment congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X