For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Santokh Singh Chaudhary Profile: કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ વ્યવસાયે હતા વકીલ, બે વાર જીત્યા ચૂંટણી

પંજાબમાં કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનુ ભારત જોડો યાત્રામાં નિધન થઈ ગયુ. તેઓ વ્યવસાયે વકીલ હતા અને બે વાર ચૂંટણી જીત્યા હતા.

|
Google Oneindia Gujarati News

Santokh Singh Chaudhary Passes Away: પંજાબમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારતની જોડો યાત્રામાં આજે શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલ કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. પ્રારંભિક તપાસમાં તેમને હાર્ટ એટેક આવ્યાનુ ડૉક્ટરોએ જણાવ્યુ.

Santokh Singh Chaudhary

સંતોખ સિંહ ચૌધરી હાલમાં જલંધરથી સાંસદ હતા અને ત્યાંના લોકોમાં તેમની સારી પકડ હતી. તેમનો જન્મ 18 જૂન 1946ના રોજ જલંધરના ધાલીવાલમાં થયો હતો. ત્યાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તે પછી તેઓ રાજકારણમાં આવ્યા. વર્ષ 2014 અને 2019માં જ્યારે દેશભરમાં પીએમ મોદીની લહેર હતી ત્યારે પણ તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને પાર્ટીમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. તેઓ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

પંજાબમાં ભારત જોડો યાત્રા ત્રીજા દિવસે ચાલી રહી છે. આ યાત્રા શનિવારે સવારે 7 વાગે લાડોવાલ ટોલ પ્લાઝાથી શરૂ થઈ હતી. જ્યારે ભારત જોડો યાત્રા લુધિયાણાથી ફગવાડા તરફ જઈ રહી હતી ત્યારે સંતોખ પણ કદમતાલ મિલાવી રહ્યા હતા પરંતુ અચાનક તેમના ધબકારા વધી ગયા. તેમના સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસના કાર્યકરો તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ યાત્રાને લઈને તેમના અપડેટ્સ લેતા રહ્યા પરંતુ થોડી જ વારમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે અમારા સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અકાળે અવસાન વિશે જાણીને ખૂબ જ આઘાત અને દુઃખ થયુ. તેમની વિદાય પાર્ટી અને સંગઠન માટે મોટો ફટકો છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

English summary
Congress MP Santokh Singh Chaudhary passes away in Bharat Jodo Yatra, Know his profile in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X