For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ વિવેક ઓબેરૉયના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે પીએમ મોદીની બાયોપિકને ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક માટે રાજકારણ ગરમાયેલુ છે. જો કે ચૂંટણી કમિશને પીએમ મોદીની બાયોપિક રિલીઝ પર કોઈ પણ પ્રકારના વાંધાની મનાઈ કરી દીધી છે. પરંતુ આ ફિલ્મ માટે કોંગ્રેસ સહિત તમામ વિરોધી દળોએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. વળી ફિલ્મના લીડ ભૂમિકા નિભાવનાર એક્ટર વિવેક ઓબેરૉયે અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યુ હતુ જેના પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે.

vivek oberoi

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ વિવેક ઓબેરૉયના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે પીએમ મોદીની બાયોપિકને ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ ગણાવી છે. કોંગ્રેસે આ ફિલ્મ સામે ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. ગયા અઠવાડિયે વિવેક ઓબેરૉય એક નોટિસના જવાબમાં ચૂંટણી કમિશન સામે હાજર થયા હતા.

રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે અમે કહ્યુ છે કે ચૂંટણી કમિશને આ ફિલ્મને ધ્યાન પર લેવી જોઈએ. આમ તો આ બોગસ ફિલ્મ છે અને ફ્લોપ હીરોની છે, ફ્લોપ પ્રોડ્યુસર છે અને ફ્લોપ વ્યક્તિ પર બનાવવામાં આવી છે. વાસ્તવમાં ફિલ્મ વિશે જાહેર કરાયેલ વિવાદ પર વિવેક ઓબરૉયે કહ્યુ હતુ, 'મને સમજમાં નથી આવી રહ્યુ કે અમુક લોકો આ રીતે ઓવર રિએક્ટ કેમ કરી રહ્યા છે.'

એક્ટરે કહ્યુ હતુ, 'અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ વકીલ આના પર જનહિત અરજી કરવામાં સમય કેમ બરબાદ કરી રહ્યા છે? ખબર નહિ તે ફિલ્મથી ડરે છે કે ચોકીદારના ડંડાથી ડરે છે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ પર રોક લગાવવાથી બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કરી દીધો હતો. એક અરજીમાં અદાલતને અપીલ કરવામાં આવી હતી કે ચૂંટણીને જોતા ફિલ્મ પર રોક લગાવવામાં આવે.

આ પણ વાંચોઃ આર્થિક તંગીના સમયમાં વિજય માલ્યા તેની પત્ની અને બાળકોના પૈસે જીવવા મજબૂરઆ પણ વાંચોઃ આર્થિક તંગીના સમયમાં વિજય માલ્યા તેની પત્ની અને બાળકોના પૈસે જીવવા મજબૂર

English summary
Congress On Vivek Oberoi's Jibe, called a bogus film of flop hero
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X