For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ ઘોષણાપત્રઃ હાથના પંજાવાળા કોંગ્રેસના ઘોષણાપત્રની 5 મોટી વાતો

મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રનું એલાન કર્યુ. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રનું નામ ‘હમ નિભાએંગે' રાખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પહેલાતબક્કાના મતદાનમાં હવે થોડા દિવસોનો સમય બાકી રહ્યો છે. એવામાં બધા રાજકીય પક્ષો પોત પોતાની પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રનું એલાન કર્યુ. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રનું નામ 'હમ નિભાએંગે' રાખ્યુ છે. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ મંચ પર હાજર રહ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, એમપીના સીએમ કમલનાથ સહિત ઘણા દિગ્ગજ નેતા પણ હાજર રહ્યા. કહેવાઈ કહ્યુ છે કે કોંગ્રેસે આ ઘોષણાપત્ર બનાવવા માટે લાખો લોકોના મંતવ્ય લીધા છે. ત્યારબાદ આને તૈયાર કરવામાં આવ્યુ છે. આવો અમે તમને જણાવીએ આ ઘોષણાપત્રની મુખ્ય વાતોઃ

congress manifesto

1. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે 'હમ નિભાએંગે' વાળા કોંગ્રેસના ઘોષણાપત્રમાં 5 મુખ્ય મુદ્દા છે. કે જે અમારા હાથના ચૂંટણી ચિહ્નને રજૂ કરે છે. રાહુલ ગાંધીએ પોતાની 'ન્યાય' યોજના પર વાત કરતા કહ્યુ કે 72,000 રૂપિયા દર વર્ષે અમે દેશની જનતાના ખાતામાં નાખી શકીએ છીએ. ગરીબી પર વાર દર વર્ષે 72 હજાર. એક વર્ષમાં 72 હજાર, 5 વર્ષમાં 3.60 લાખ. ખેડૂતો અને ગરીબોના ખિસ્સામાં સીધા પૈસા આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધી કરીને દેશની અર્થ વ્યવસ્થાને જામ કરી તે આનાથી ખતમ થઈ જશે.

2. અમારી બીજી થીમ રોજગાર છે. દેશમાં યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. બે કરોડ રોજગાર નથી મળ્યા. 22 લાખ સરકારી રોજગારને કોંગ્રેસ માર્ચ 2020 સુધી ભરી દેશે. 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગાર આપશે. ત્રણ વર્ષ માટે દેશના યુવાનોને બિઝનેસ ખોલવા માટે કોઈની મંજૂરી નહિ લેવી પડે. વળી મનરેગાના સો દિવસના રોજગારને વધારીને 150 દિવસ કરવાનું એલાન કરવામાં આવ્યુ છે. મનરેગાને 150 ગેરેન્ટીડ કરવા ઈચ્છે છે.

3. ખેડૂતોની વાત પણ અમારા ઘોષણાપત્રની ત્રીજી સૌથી મોટી થીમ છે. એક અલગ ખેડૂત બજેટ હોવુ જોઈએ. જેવી રીતે રેલવે માટે અલગ બજેટ હતુ તેવી જ રીતે ખેડૂતો માટે પણ અલગથી બજેટ હશે જેથી દેશના ખેડૂતોને માલુમ હોવુ જોઈએ કે તેમને કેટલા પૈસા મળી રહ્યા છે. તેમની એમએસપી કેટલી વધારવામાં આવી રહી છે. ઘોષણાપત્રમાં અમે નિર્ણય લીધો છે કે ખેડૂતો જો દેવુ ના ચૂકવી શકે તો તે ગુનાહિત કેસ ન હોય પરંતુ સિવિલ કેસ હોય.

4. ઘોષણાપત્રની ચોથી મોટી થીમ શિક્ષણ છે. કોંગ્રેસ સરકારમાં આવશે તો શિક્ષણમાં જીડીપીના 6 ટકા પૈસા દેશના શિક્ષણ માટે આપવામાં આવે. દેશમાં શિક્ષણ સંસ્થાઓને વધુ સારી બનાવવામાં આવશે.

5. ગરીબમાં ગરીબ વ્યક્તિને સારામાં સારી આરોગ્ય સુવિધા મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર આવવા પર કોંગ્રેસ પાર્ટી દેશને જોડવાનું કામ કરશે. નેશનલ અને ઈન્ટરનલ પૉલિસી પર અમારુ સૌથી વધુ જોર રહેશે.

આ પણ વાંચોઃ ભાજપ નેતાનું વિવાદિત નિવેદનઃ નહિ આપીએ મુસલમાનોને ટિકિટઆ પણ વાંચોઃ ભાજપ નેતાનું વિવાદિત નિવેદનઃ નહિ આપીએ મુસલમાનોને ટિકિટ

English summary
Congress party releases their election manifesto for Lok Sabha Elections 2019 in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X