For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરુર મેદાનમાં

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે મતદાન છે. મતદાન માટે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે મતદાન છે. મતદાન માટે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. 19 ઓક્ટોબરના રોજ મતોની ગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસના દેશભરના 9 હજારથી ફણ વધુ ડેલીગેટ્સ પોતાના મતદાનનો ઉપયોગ કરશે. લગભગ 24 વર્ષ પછી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી આજે થવા જઈ રહી છે. અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરુર છે.

 kharge-tharoor

તમને જણાવી દઈએ કે આ ચૂંટણી માટે અધિસૂચના 22 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી અને નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરુ થઈ હતી જે 30 સપ્ટેમ્બર સુધી ચાલી હતી. જ્યારે નામાંકન પાછુ લેવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર હતી. તમને જણાવી દઈએ કે બધા રાજ્યોમાં સ્થિત પ્રદેશ કોંગ્રેસ કમિટી ઉપરાંત ઑલ ઈંડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલય નવી દિલ્લીમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ પાર્ટીના 65 પોલિંગ બૂથ પર દેશભરમાં પાર્ટીના પ્રતિનિધ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 17 ઓક્ટોબરે મતદાન બાદ 18 ઓક્ટોબરે બધા બેલેટ બૉક્સ દિલ્લી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતોની ગણતરી થશે.

સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ભાગ લેશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે અને કર્ણાટકમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તે બેલ્લારીમાં 40 અન્ય પીસીસી સભ્યો સાથે મતદાન કરશે. ખડગેને જે રીતે પાર્ટીના નેતાઓનુ સમર્થન અને ગાંધી પરિવારની સંમતિ મળી છે, તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે. જો કે ગાંધી પરિવાર આ વાતને નકારી રહ્યો છે. બીજી તરફ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂરે ખુદને પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણીમાં આગળ કર્યા છે. જો કે કોંગ્રેસના નવા પ્રમુખ કોણ બનશે તે માટે ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરી હતી કે ચૂંટણીમાં સમાન તકો નથી મળી રહી. બંને પક્ષો માટે ચૂંટણી મેદાન સરખુ નથી. વળી, પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પાર્ટીની અંદર થઈ રહેલી ચૂંટણીઓ વિશે કહ્યુ કે કોંગ્રેસ હંમેશા સર્વસંમતિના આધારે વધુ સારુ કરે છે. મલ્લિકાર્જુન ખડગે પાર્ટી અધ્યક્ષ બનવાની ઉદયપુરની જાહેરાતને લાગુ કરવાની વાત કરી રહ્યા છે, તો શશિ થરૂર પાર્ટીમાં મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે જો તમને લાગે કે પાર્ટીમાં બધુ બરાબર છે તો મને વોટ ન આપતા. પાર્ટીમાં પરિવર્તન જોઈતુ હોય તો મને મત આપો.

English summary
Congress President Election today, Mallikarjun Kharge Vs Shashi Tharoor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X