For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મિશન શક્તિ' માટે રાહુલે DRDOને આપ્યા અભિનંદન, પીએમ મોદીના સંબોધન પર કર્યો કટાક્ષ

ડીઆરડીઓની આ સફળતા પર કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ વિષય પર કરાયેલા સંબોધન પર પણ કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત દ્વારા નોંધાવાયેલી સફળતાની જાણકારી આપી. પીએમ મોદીએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યુ કે ભારતે આજે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિના નામ પર નોંધાવી દીધુ છે. ડીઆરડીઓની આ સફળતા પર કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ વિષય પર કરાયેલા સંબોધન પર પણ કટાક્ષ કર્યો છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે શાબાશ! DRDO, તમારા પર ગર્વ છે. વળી, પીએમ પર કટાક્ષ કરતા રાહુલે લખ્યુ કે હું પીએમને વિશ્વ રંગમંચ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપુ છુ. વળી, મિશન શક્તિ વિશે જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યુ કે ભારતે આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ભારતમાં આજે પોતાના નામે સ્પેસ પાવર રૂપે નોંધાવી દીધા છે. અત્યાર સુધી રશિયા, અમેરકા અને ચીનને આ દરજ્જો પ્રાપ્ત હતો. હવે ભારતે પણ આ ઉપલબ્ધિ મેળવી છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019ના ઉમેદવારોની સંપત્તિ જાણો અહીં

પીએમ મોદીએ કહ્યુ કે આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂર એલઈઓ (લો અર્થ ઓર્બિટ) માં એક લાઈવ સેટેલાઈટને મારી દીધો છે. તેમણે કહ્યુ કે આ લાઈવ સેટેલાઈટ કે જે એક પૂર્વ નિર્ધારત લક્ષ્ય હતુ તેને એન્ટી સેટેલાઈટ દ્વારા મારી દેવામાં આવ્યુ છે. 3 મિનિટમાં જ સફળતાપૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે આ લાઈવ સેટેલાઈટ કે જે પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતુ તેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ મિસાઈલ(એ-સેટ) દ્વારા મારી દેવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મિશન શક્તિ એક અત્યંત ઓપરેશન હતુ જેમાં ઉચ્ચકોટિની ટેકનિકલ ક્ષમતાની જરૂર હતી. વૈજ્ઞાનિકો દ્વારા બધા નિર્ધારિત લક્ષ્ય અને ઉદ્દેશ્ય મેળવી લેવાયા છે. બધા ભારતીયો માટે આ ગર્વની વાત છે.

આ પણ વાંચોઃ ડ્રગ્ઝ સામે આલિયાની ફિલ્મ દ્વારા રાજસ્થાન પોલિસે ચલાવ્યુ જાગૃતિ અભિયાનઆ પણ વાંચોઃ ડ્રગ્ઝ સામે આલિયાની ફિલ્મ દ્વારા રાજસ્થાન પોલિસે ચલાવ્યુ જાગૃતિ અભિયાન

English summary
congress president Rahul Gandhi congratulates DRDO for 'Mission shakti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X