• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કર્ણાટકના રણમાં રાહુલનો છેલ્લો દાવ, કહ્યુ- ભાજપમાં ગંભીરતાની ઉણપ

|

કર્ણાટક ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે ગુરુવારે બેંગલુરુમાં રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગે અને સિદ્ધારમૈયા સહિત ઘણા નેતા હાજર રહ્યા. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ ભાજપ પર તગડો હુમલો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપમાં ગંભીરતાની ઉણપ છે. અમે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમારી પાસે કર્ણાટકના વિકાસ માટે વિઝન છે. તેમણે કહ્યુ કે અમે કર્ણાટકના પ્રવાસથી ઘણુ શીખ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોંગ્રેસે જનતાનો અવાજ સાંભળીને કર્ણાટકનું ઘોષણાપત્ર બનાવ્યુ છે. ભાજપે કોંગ્રેસના ઘોષણાપત્રની નકલ કરી છે. રાહુલે કહ્યું કે, હું છેલ્લા ઘણા મહિનાઓથી કર્ણાટકમાં ફરી રહ્યો છુ, અમે બધા સાથે ઉભા છીએ અને પાયાગત મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે. વિપક્ષે અમારા પર પર્સનલ પ્રહારો કર્યા. અમે સારી રીતે પ્રચાર કર્યો છે અને અમે જીત માટે આશાસ્પદ છીએ.

મોદીજીએ પીએમ પદની ગરિમા ઘટાડી

મોદીજીએ પીએમ પદની ગરિમા ઘટાડી

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલતા કહ્યુ કે પ્રધાનમંત્રી કર્ણાટકના લોકોના મુદ્દે વાત નથી કરતાં, લોકોને ભટકાવી રહ્યા છે. તે બુલેટ ટ્રેન, સી-પ્લેનની વાતો કરે છે. સામાન્ય માણસની સમસ્યાઓ શિક્ષા, રોજગાર, મહિલાઓની સુરક્ષા, ખેતી માટે પાણી વગેરે તમામ મુદ્દાઓ પર પીએમ મોદી ચૂપ રહે છે. પીએમ મોદી પર નિશાનો સાધતા રાહુલે કહ્યુ કે, તેમની ડીલ યુપીએથી સારી થઈ. પરંતુ તે કોના માટે, તેમના મિત્રો માટે, હિંદુસ્તાન માટે નહિ. હિંદુસ્તાન માટે આ ડીલ સારી નથી. પ્રધાનમંત્રી મોદી ચૂંટણીમાં મુદ્દાઓને ભટકાવવાનું કામ કરી રહ્યા હતા. મોદીજીએ પીએમ પદની ગરિમા ઘટાડી છે.

દલિતોના મુદ્દે મોદી મૌન

દલિતોના મુદ્દે મોદી મૌન

દલિતોના મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, દલિતોના મુદ્દા પર પીએમ મોદી કંઈ બોલતા નથી. જો તેઓ આ મુદ્દા નહિ ઉઠાવે તો અમે ઉઠાવીશુ. દલિતોને મારવામાં આવે છે. મારી નાખવામાં આવે છે. રોહિત વેમુલાને મારવામાં આવે છે. ઉનામાં દલિતોને મારવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દલિતોને મારવામાં આવે છે પરંતુ મોદીજીના મોઢામાંથી એક શબ્દ પણ નથી નીકળતો.

રાહુલ ગાંધીએ રેડ્ડી બ્રધર્સ પર હુમલો કર્યો

રાહુલ ગાંધીએ રેડ્ડી બ્રધર્સ પર હુમલો કર્યો

રાહુલ ગાંધીએ રેડ્ડી બ્રધર્સ પર પણ હુમલો કર્યો અને કહ્યુ કે તેમણે અહીંની જનતાના પૈસા લૂંટ્યા છે અને આવા લોકોને ભાજપ બચાવી રહી છે. વળી, ભાજપના સીએમ પદના ઉમેદવાર યેદુરપ્પા ભ્રષ્ટાચારના આરોપમાં ઘણી વાર જેલ જઈ ચૂક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીના ચીનના પ્રવાસથી તેમને આશા હતી કે તેઓ ડોકલામ મુદ્દો ઉઠાવશે. તેઓ કોઈ એજન્ડા વગર જ ચીન ગયા હતા. જ્યારે ડોકલામ એક એજન્ડા હતો. પીએમ મોદીએ બેઠકમાં આ મુદ્દો ના ઉઠાવ્યો. પીએમ મોદી વિદેશ નીતિનો ઉપયોગ પોતાના માટે કરે છે.

હું દરેક ધર્મનું સમ્માન કરુ છુ

હું દરેક ધર્મનું સમ્માન કરુ છુ

પત્રકારોએ જ્યારે તેમને મંદિર-મસ્જિદમાં જવાના મુદ્દા પર સવાલ પૂછ્યા તો રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપવાળા હિંદુ શબ્દનો અર્થ નથી સમજતા. હું દરેક ધર્મનું સમ્માન કરુ છુ. તેમને મારા મંદિર જવાથી તકલીફ પડે છે. પીએમ દ્વારા તેમના કરાયેલા ખાનગી પ્રહારો અંગે રાહુલ ગાંધીએ પત્રકારોને પૂછ્યુ કે શું તમને આ પ્રકારની ભાષા પસંદ છે. શું તમે આવા નિવેદનો પસંદ કરો છો. આના પર રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીની અંદર ગુસ્સો છે. તે માત્ર મારાથી નહિ, બધાથી ગુસ્સે છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીની તે ટીપ્પણી પર પણ જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી કાગળ વગર 15 મિનિટ સુધી પોતાની સરકારની ઉપલબ્ધિઓ કહીને બતાવે, આના માટે તેઓ પોતાની માતાની ભાષા (ઈટાલિયન) પણ બોલી શકે છે. આના પર જવાબ આપતા રાહુલે કહ્યુ કે, મારી મા ઈટાલિયન છે, પરંતુ તેમણે જીવનનો મોટો હિસ્સો ભારતમાં ગુજાર્યો છે. તે ઘણા ભારતીયોથી વધુ ભારતીય છે. મારી મા એ દેશ માટે ઘણુ બધુ ત્યાગ કર્યુ છે અને ઘણુ બધુ સહન પણ કર્યુ છે. જો પીએમ મોદીને મારા પર આવી કોમેન્ટ કરવાથી ખુશી મળતી હોય તો તે કરતા રહે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીની આ ચૂંટણીમાં જીત થશે કારણકે આ ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની ચૂંટણી બની ચૂકી છે.

English summary
congress president rahul gandhi s press conference in bengaluru karnataka assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more