Delhi Assembly Elections 2020: કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જાણો શું શું વચન આપ્યા
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાને લઈ કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા, આનંદ શર્મા અને અજય માકને ઘોષણા પત્ર જાહેર કર્યું છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં દિલ્હીમાં એમ્સ જેવા પાંચ હોસ્પિટલ બનાવવાનું વચન આપ્યું છે.
આની સાથે જ તમામ ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવા અને છોકરીઓને પીએચડી સુધી મફત સુવિધા આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે બીજા ઘોષણા પત્રનું નામ ગ્રીન દિલ્હી મેનિફેસ્ટો રાખ્યું છે. બીજા ઘોષણા પત્રમાં પર્યાવરણ અને ઈકો ફ્રેન્ડલી પરિવહનને ઉત્તેજન આપવાનું વચન આપ્યું છે.
કોંગ્રેસ પહેલા ભાજપે શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણાપત્ર દિલ્હી સંકલ્પ પત્ર જાહેર કર્યું અને ગરીબો માટે બે રૂપિયા પ્રતિ કિલોના ભાવે સારો લોટ અને દરેક ઘરે સ્વચ્છ પેજલની આપૂર્તિ કરવાનું વચન આપ્યું છે.
ઘોષણા પત્રમાં કરાયેલા વચન
- યુવા સ્વાભિમાન યોજના અંતર્ગત સ્નાતક યુવાઓને 5 હજાર અને અનુસ્નાતક યુવાઓ માટે 7500 રૂપિયા બેરોજગારી ભથ્થુ દર મહિને.
- તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાજ મુક્ત લોન
- 20 હજાર લીટર પાણી મોફત, પાણીની બચત પર કેશ બેક
- 600 યૂનિટ વિજળી પર સબ્સિડી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, દુકાનો અને કાર્યાલયોને 200 યૂનિટ ફ્રી વિજળી. દિલ્હીના ખેડૂતો માટે 24 કલાક મફત વિજળી.
- સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ
- દુકાનો અને પ્રતિષ્ઠાનો પર કોઈ ગેરકાયદેસર સીલ નહિ.
- સરકારી સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થિનીઓની શિક્ષા નર્સરીથી પીએચડી સુધી મફત.
ભાજપના ઘોષણા પત્રમા આ વચન
ભાજપના ઘોષણાપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના જલ જીવન મિશન જેમ જ પાર્ટી દરેક પરિવારને સ્વચ્છ પેયજલ પણ આપશે. ઘોષણાપત્રમાં ભાજપે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ આયુષ્માન ભારત અને કિસાન સન્માન નિધિને પણ લાગૂ કરવાનું વચન આપ્યું છે. રોજગાર વધારવા માટે પાર્ટી તમામ બાકી સરકારી પદો પર ભરતી કરશે.
બજેટ 2020: પહેલા દેશની અર્થવ્યવસ્થા આઈસીયુમાં હતી, બજેટ પછી વેન્ટિલેટર પર ગઈ