For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે જાહેર કરી 35 ઉમેદવારોની વધુ એક યાદી, રાજ બબ્બર અહિંથી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી 35 ઉમેદવારોની વધુ એક યાદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે 35 લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોનું એલાન કર્યું છે. કોંગ્રેસે કાલે પણ આંધ્ર પ્રદેશની ત્રણ સીટ પર પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે ઓરિસ્સાની 45 સીટ માટે ઉમેદવારોનું એલાન કર્યું હતું. છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશની સીટ પર ઉમેદવારોનું એલાન કર્યું છે. આ ઉપરાંત પોંડિચેરીની એક સીટ પર પણ ઉમેદવારની ઘોષણા કરી દેવામાં આવી છે.

rahul gandhi

તેલંગાણાની ખમ્મ સીટથી રેણુકા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ઈમરાન પ્રતાપગઢીને ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્ય રાજ બબ્બરની જગ્યાએ ઈમરાનને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. રાજ બબ્બરને ફતેહપુર સિકરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રીત હૈરતને આગરાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સુરક્ષિત સીટ છે. આ ઉપરાંત કોંગ્રેસે ઓરિસ્સાની 54 વિધાનસભા સીટ માટે પણ ઉમેદવારોનું એલાન કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે 17મી લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થશે. જે 11 એપ્રિલથી શરૂ થશે અને 19મેના રોજ ખતમ થશે. 23મી મેના રોજ મત ગણતરી થશે. આ વખતે 90 કરોડ લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પાછલી વખતે ભાજપે પોતાના સહયોગિઓ સાથે મળીને સરકાર બનાવી હતી. જેણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આ વખતે લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી પણ થશે.

આ પણ વાંચો- ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, સંદિપ પાત્રાને પુરીથી મળી ટિકિટ

English summary
Congress releases more list of 35 candidates in lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X