For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, સંબિત પાત્રાને પુરીથી મળી ટિકિટ

ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, સંબિત પાત્રાને પુરીથી મળી ટિકિટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 36 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં સંબિત પાત્રાનું નામ પણ સામેલ છે, જેમને પાર્ટીએ ઓરિસ્સાના પુરીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમના સિવાય ગિરિશ બાપટને મહારાષ્ટ્રના પુણેથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્ર પ્રદેશની 23, મહારાષ્ટ્રની 6, ઓરિસ્સાની 5, મેઘાલયની એક અને આસામની એક સીટ પર ઉમેદવારો ઘોષિત કર્યા છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈ 51 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. સાથે જ પાર્ટીએ ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે.

ભાજપની ત્રીજી યાદી

ભાજપના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરતાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, "અમે નવા 36 ઉમેદવારોની યાદી લઈને આવ્યા છીએ, જેમાં ઓરિસ્સાના ભાજપના અધ્યક્ષ બસંત પાંડા, વરિષ્ઠ નેતા સુરેશ પુજારી અને અમારા પ્રવક્તા સાંબિત પાત્રાનાં નામ સામેલ છે. અમે પહેલા અને બીજા તબક્કાના ઉમેદવારોના નામ બની શકે તેટલી જલદી ઘોષિત કરવા માંગીએ છીએ અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ."

આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈ 51 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. સાથે જ ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ ઉપરાંત મેઘાલયના સેલસેલ્લામાં થનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ એક ઉમેદવાર જાહેર કર્યો છે.

ત્રીજી યાદી જાહેર કરતાં બોલ્યા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા

જણાવી દઈએ કે ભાજપ અગાઉ લોકસભા ચૂંટણી માટે બે યાદી જાહેર કરી ચૂક્યું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદી ગુરુવારે 21 માર્ચે જાહેર કરી. આ યાદીમાં 184 સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી. ભાજપની પહેલી યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહનાં નામ પણ સામેલ હતાં. જ્યારે બીજી યાદી શુક્રવારે જાહેર કરવામાં આવી, આ લિસ્ટમાં માત્ર એક જ નામ સામેલ હતું.

જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?

English summary
Lok Sabha Elections 2019 :BJP releases list of 36 candidates, Sambit Patra to contest from Puri Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X