'મણીપુરમાં આજે જે કઇ થઇ રહ્યુ છે , તે બધુ કોગ્રેસે કર્યુ છે'. CM બિરેન સિહને સાધ્યુ નિશાન
મણીપુર હિસાની આગ લાગેલી છે. રાજ્યમાં મૈતઇ અને કુકી વચ્ચે જાતીય સંઘર્ષની આગ કાબુમાં નથી આવી રહી આ આગમાં ઘણા લોકો બે ઘર થઇ ગયા છે. કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે હિંસાની આગ પર રાજનીતિની ની રોટલી શેકવાની શરુઆત કરી દિધી છે. એક તરફ વિપક્ષ દળોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર હિંસાને લઇને નિશાન સાધ્યુ છે. તો ગુરુવારે મણીપુરના સીએમ એન બીરેન સિહે રાજ્યની બગડતી પરિસ્થિતિ માટે કોગ્રેસને જવાબદારી ગણાવ્યુ છે.

મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિહ ગુરુવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી મુલાકાત કરી હતી. બહાર આવીને સીએમ એન બીરેન સિહે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, લદ્દાખમાં રહેલા રાહુલ ગાધીએ મણીપુર અંગે કેવી રીતે વિચાર આવી ગયો? જો તમે લદ્દાખ જઇ રહ્યા છો તો લદ્દાખની વાત કરો
સીએમ એન બીરેન સિહે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે મણીપુરમાં જે કઇ થઇ રહ્યુ છે તે બધુ કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. માનવ જીવન પર રાજનીતિ ના કરવામા આવી જોઇએ. રાજસ્થાનમાં કોગ્રેસ રાજમાં શુ શુ થઇ રહ્યુ છે? પક્ષિમ બંગાળ અને દિલ્હીમાં શુ શઇ રહ્યુ છે?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિહે રાજ્યના વર્તમાન પરિસ્થિતિ અગે વાકેફ કર્યા હતા. આ બેઠકમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ રહી કે, મુલાકાત 29 ઓગસ્ટના મણીપુર વિધાનસભાના મૌનસૂન સત્રનાએક દિવસ પહેલા થઇ હતી.












Click it and Unblock the Notifications
