For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અને તેના નેતાઓ 'મોદી ભય'થી ગ્રસ્ત છે: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીથી કોંગ્રેસ પાર્ટી ભયભીત થઇ ગઇ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવેડકરે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસને નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ નજરે પડે છે. કોંગ્રેસને 'મોદીફોબિયા' થઇ ગયો છે,

ભાજપાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂરની વિનાશલીલાથી પ્રભાવિત ઉત્તરાખંડની યાત્રાને લઇને ઉઠાવેલાં વિવાદ પર પલટવાર કરતાં સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ 'મોદી ભય'થી એટલી આક્રાંત છે કે હવે તેને પથ્થર અને પાણીમાં પણ નરેન્દ્ર મોદી નજરે પડે છે.

પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરએ અહીં કહ્યું હતું કે કોંગ્રેસ આવી આફતમાં પણ રાજકારણ જોવે છે અને રાજકારણ કરે છે. આ ખૂબ જ ખોટું છે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને લઇને પાયાવિહોણી વાતો કરવી કોંગ્રેસ અને તેના નેતાઓનું ચલણ થઇ ગયું છે. તેના અનુસાર કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા 'મોદી ભય'થી ગ્રસ્ત છે. પથ્થર અને પાણી બધી જગ્યાએ હવે તેમને નરેન્દ્ર મોદી દેખાય છે.

narendra-modi

પ્રકાશ જાવેડકરે કહ્યું હતું કે પરિસ્થિતી એવી થઇ ગઇ છે કે નરેન્દ્ર મોદી સારું કરે તો પણ, તેને ખોટું દેખાઇ છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસના લોકો પોતાની ઘટતી લોકપ્રિયતા અને નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતાથી પરેશાન છે. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે કહ્યું હતું કે અતિ વિશિષ્ટ લોકોએ અત્યારે ઉત્તરાખંડની યાત્રા કરવી જોઇએ નહી, કારણ કે તેનાથી રાહત અને બચાવ કાર્ય પર અસર પડે છે. સુશીલ કુમાર શિંદેની વાત પર મજાક ઉડાવતાં પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે હવે સુશિલ કુમાર શિંદે રાહુલ ગાંધીની આજની ઉત્તરાખંડ યાત્રા વિશે શું કહેશે? શું તે તેમને અતિ વિશિષ્ટ વ્યક્તિ માનતા નથી.

English summary
The Congress party is scared of Gujarat Chief Minister Narendra Modi, alleged BJP national spokesperson Prakash Javadekar on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X