કૉંગ્રેસ પાર્ટી શરમ વગરની - આદિત્ય ઠાકરે

આદિત્યના નિવેદનો પણ ઠાકરેની જેમ જ તીખા હોય છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ આદિત્ય ઠાકરેની.
ઠાકરે ખાનદાનની ત્રીજી પેઢી પણ પોતાના વડીલોની જેમ ઘણી આક્રમક અને ઉગ્ર છે.
ડીઝલની કિંમતોમાં વધારાની વિરુદ્ધ યોજવામાં આવેલી રેલીમાં યુવા નેતા આદિત્ય ઠાકરેએ પોતાના ઉગ્ર તેવર દાખવી દીધાં.
22 વર્ષીય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે કૉંગ્રેસને સંભળાવવાનું અને દેખાવાનું બંધ થઈ ગયું છે. તે ભુલી ગઈ છે કે કાનની નીચે જ્યારે તમાચો પડે, તો તેનો અવાજ કેવો હોય છે? લાગે છે કે કોઈક દિવસ ટ્રેલર બતાવવું પડશે. તેમણે જણાવ્યુ હતું કે કૉંગ્રેસ શરમ વગરની થઈ ગઈ છે. આદિત્ય ઠાકરેએ સમગ્ર પ્રવચન મરાઠીમાં આપ્યું.
આ અગાઉ શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેએ પણ ડીઝલ મુલ્યવૃદ્ધિ અંગે સોનિયા ગાંધી તેમજ મનમોહન સિંહ ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.
શિવસેના સુપ્રીમોએ જણાવ્યુ હતું કે મૂલ્યવૃદ્ધિ આતંકવાદી હુમલા જેવી છે અને સોનિયા-મનમોહન બંને કસાબ કરતાં ઓછા નથીં. શિવસેના ડીઝલની કિંમતોમાં વૃદ્ધિનો વિરોધ કરી રહી છે. તેથી તેણે મુંબઈમાં વિરોધ રેલી યોજી હતી.












Click it and Unblock the Notifications
