કોંગ્રેસ પ્રવક્તા શશી થરૂરે કર્યા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ!!!
નવી દિલ્હી, 5 જૂન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવક્તા શશી થરૂરનાં રૂપમાં એક નવા પ્રશંસક મળી ગયા છે. તિરૂવનંતપુરમના સાંસદ શશી થરૂરે વિકાસલક્ષી અભિગમ માટે મોદીના ભરપેટ વખાણ કર્યા છે.
વડાપ્રધાન બન્યા બાદ તમામ લોકોને સાથે લઈને ચાલવાના મોદીના પ્રયાસોને બિરદાવતા થરૂરે ટેકનોલોજીકલ ઉપમાનો ઉપયોગ કરી મોદીના આ નવા સ્વરૂપને ‘મોદી 2.0' વર્ઝનનું નામ આપ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે આ નવા વર્ઝને હવે જૂના ‘મોદી 1.0' વર્ઝનનું સ્થાન લઈ લીધુ છે.

થરૂરે કહ્યું કે મોદી સકારાત્મક વલણ સાથે તમામનો સાથ મેળવીને આગળ વધી રહ્યા છે જેની અમો પ્રશંસા કરીએ છીએ અને આ વાતને અવગણી શકવાની કંજુસાઈ નહીં દાખવીએ.
શશી થરૂરે આ વાત અમેરિકન ન્યુઝ વેબસાઇટમાં લખેલા પોતાના લેખમાં કરી છે. તેમણે જણાવ્યું છે કે 'નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા બાદ તેમણે તેમના મોંઢેથી કોઇ પણ પ્રકારની અસહિષ્ણુ ભાષા સાંભળી નથી. ના તો તેમણે લોકસભા ચૂંટણીઓ દરમિયાન આવી ભાષાનો ઉપયોગ કર્યો છે.' મોદીની નવી ભાષા દરેક સુધી પહોંચી શકી નથી આથી તેને વારંવાર દોહરાવવી પડે તેમ છે.












Click it and Unblock the Notifications
