For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OROP મુદ્દે કોંગ્રેસનું મોટુ નિવેદન, કહ્યું- આ રાહુલ ગાંધીની યાત્રાની અસર, શું કહ્યું બીજેપીએ?

કેન્દ્ર સરકારે વન રેન્ક વન પેન્શનને મંજુરી આપતા હવે કોંગ્રેસે તેને ભારત જોડો યાત્રાની જીત ગણાવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વન રેન્ક વન પેન્શન યોજનાને લઈને નવા સંશોધનને મંજુરી આપી દીધી છે. લાંબા વિવાદ બાદ મંજુરી અપાતા હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસે મોટો દાવો કરતા હવે વાર પલટવાર શરૂ થયા છે. સંશોધનને મંજુરી મળતા કોંગ્રેસે કહ્યું છે કે, ભારત જોડો યાત્રાની અસરના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચ્યાના એક દિવસ પહેલા જ વન રેન્ક વન પેન્શન બીલમાં સંશોધનમાં મંજુરી આપી છે.

Rahul Gandhi

આ મુદ્દે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધીએ 21 ડિસેમ્બરે હરિયાણામાં પુર્વ સૈનિકો સાથે મુલાકાત કરી હતી અને સૈનિકોની આ માંગને સમર્થન આપ્યું હતું. તે બાદ સરકારે નિર્ણય જાહેર કરવો પડ્યો છે. કોંગ્રેસની ટિપ્પણી બાદ હવે બીજેપીએ પણ પલટવાર કર્યો છે.

આ મુદ્દે પલટવાર કરતા બીજેપી નેતા શેહજાદ પૂનાવાલાએ કહ્યું કે, પાર્ટીએ ભારત જોડો યાત્રાનું નામ બદલીને ક્રેડિટ લે લો યાત્રા રાખવું જોઈએ કારણ કે જયરામ રમેશ દરેક વસ્તુ માટે ક્રેડિટ માંગે છે. કોંગ્રેસે 43 વર્ષ સુધી વન પેન્શન વન રેન્ક નકારવા, જવાનોને રાફેલ અને બુલેટપ્રૂફ જેકેટ્સ આપવાનો ઇનકાર કરવાનો શ્રેય પણ ન લેવો જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, સરકારે પૂર્વ સૈનિકોના પેન્શનમાં સુધારાને અમલમાં લાવવા અને પેન્શન સુપ્રીમ કોર્ટમાં ચાર એક્સટેન્શનની માંગ કરી છે. થોડા મહિના પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને OROPના વિષય પર માર્ચ 2023 સુધીનો સમય માંગ્યો હતો. જયરામ રમેશે કહ્યું કે મને ખુશી છે કે કેબિનેટે બે દિવસ પહેલા નિર્ણય લીધો છે. આ ભારત જોડો યાત્રાની અસર છે.

જયરામ રમેશે આગળ કહ્યું કે, કેટલાક પૂર્વ સૈનિકો 21 ડિસેમ્બરે મેવાતમાં રાહુલજીને મળ્યા હતા અને કહ્યું કે તેમને તેમની બાકી રકમ મળી નથી. તેમણે વધુમાં કહ્યું કે, જુનિયર અધિકારીઓને લાભ મળ્યો નથી. અમે નિર્ણયને આવકારીએ છીએ.

અહીં તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી સૈનિકો વન રેંક વન પેન્શન માટે માંગ કરી રહ્યા હતા ત્યારે હવે નવા નિર્ણય મુજબ 25.13 લાખ સૈન્ય પેન્શનરોને 2019 થી પેન્શન અને બાકીના સુધારેલા લાભ મળશે.

English summary
Congress statement on OROP issue, said- this is the effect of Rahul Gandhi's Bharat Jodo Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X