For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યોગ્ય સમય આવવા પર રાહુલ પીએમ બનશે...', CM હિમંત બિસ્વા સરમાનુ જૂનુ ટ્વિટ વાયરલ

હવે હિમંતા બિસ્વા સરમા પોતાના એક જુના ટ્વીટથી ઘેરાયેલા જણાય છે. જાણો શું હતુ એ ટ્વિટમાં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલી રહી છે અને સાથે જ આ યાત્રાને લઈને રાજકીય નિવેદનબાજી પણ જોરમાં છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને રાજકીય વાતાવરણ પહેલા ત્યારે ગરમાયુ જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યુ કે રાહુલ ગાંધીએ પાકિસ્તાન જઈને તેમની યાત્રા શરૂ કરવી જોઈએ. પરંતુ હવે હિમંતા બિસ્વા સરમા પોતાના એક જુના ટ્વીટથી ઘેરાયેલા જણાય છે. વાસ્તવમાં, કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે હિમંતા બિસ્વા સરમાના 2010ના ટ્વિટને રીટ્વીટ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ હતુ કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે.

કોંગ્રેસે પૂછ્યુ - હિમંસા બિસ્વા કોને છેતરી રહ્યા છે?

કોંગ્રેસે પૂછ્યુ - હિમંસા બિસ્વા કોને છેતરી રહ્યા છે?

મણિકમ ટાગોરને રીટ્વીટ કર્યા પછી હિમંતા બિસ્વા સરમાનુ આ જૂનુ ટ્વિટ હવે વાયરલ થઈ રહ્યુ છે. વાસ્તવમાં, શુક્રવારે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીનો પેરોડી વીડિયો શેર કરતા તેમના પર હુમલો કર્યો હતો. આ પછી મણિકમ ટાગોરે હિમંતા બિસ્વા સરમાની 2010ની ટ્વીટનો સ્ક્રીન શૉટ શેર કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને પૂછ્યુ કે હિમંતા બિસ્વા કોને છેતરી રહ્યા છે?

તેમનો ટ્રેક રેકૉર્ડ બતાવે છે તેમનાથી સાવધાન રહો

તેમનો ટ્રેક રેકૉર્ડ બતાવે છે તેમનાથી સાવધાન રહો

વાસ્તવમાં મણિકમ ટાગોરે આસામના સીએમે રિટ્વીટ કરેલા ટ્વીટમાં લખ્યુ હતુ કે, 'રાહુલ ગાંધી યોગ્ય સમયે આપણા દેશના વડાપ્રધાન બનશે. આ પછી અમારુ ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન તેમને દિલ્લીમાં મળવા માટે સમય માંગશે.' આ ટ્વીટમાં પીએમ મોદીને ટેગ કરીને મણિકમ ટાગોરે લખ્યુ, 'પ્રિય નરેન્દ્ર મોદીજી, હિમંતા બિસ્વા સરમા કોની સાથે છેતરી રહ્યા છે? તેમનો ટ્રેક રેકૉર્ડ બતાવે છે...તેમનાથી સાવધ રહો. હું જાણુ છુ કે તમે તેમને છેતરાવાની પરવાનગી નહિ આપો. સાદર...'

રાહુલ ગાંધી પર આરોપ લગાવીને હિમંતાએ છોડ્યુ હતુ કોંગ્રેસ

રાહુલ ગાંધી પર આરોપ લગાવીને હિમંતાએ છોડ્યુ હતુ કોંગ્રેસ

તમને જણાવી દઈએ કે હિમંતા બિસ્વા સરમાએ 2015માં કોંગ્રેસ છોડી દીધુ હતુ અને 2016ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી. કોંગ્રેસ છોડતી વખતે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કેજ્યારે પાર્ટીના નેતાઓ તેમને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમના કૂતરા સાથે રમતા હતા. હિમંતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના મળવા ગયેલા નેતાઓને એ જ પ્લેટમાંથી બિસ્કિટ આપવામાં આવ્યા હતા જેમાં એ કૂતરો બિસ્કિટ ખાતો હતો.

રાહુલ પર ચાલુ છે હિમંસ બિસ્વાના હુમલા

રાહુલ પર ચાલુ છે હિમંસ બિસ્વાના હુમલા

ત્યારથી હિમંતા બિસ્વા શર્મા સતત રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. જ્યારે રાહુલે 2016માં પાકિસ્તાન પરની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં થયેલી એર સ્ટ્રાઈક અંગે પુરાવાની માગણી ઉઠાવી ત્યારે હિમંતા બિસ્વા સરમાએ પૂછ્યુ કે શું બીજેપીએ ક્યારેય રાહુલ ગાંધી પાસે રાજીવ ગાંધીના પુત્ર હોવાનો પુરાવો માંગ્યો છે.

'RSS પ્રત્યે વફાદારી બતાવવા માટે આપે છે આવા નિવેદન'

'RSS પ્રત્યે વફાદારી બતાવવા માટે આપે છે આવા નિવેદન'

હાલમાં હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા કહ્યુ, 'ભારત પહેલેથી જ એક છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ તેમની યાત્રા પાકિસ્તાન જઈને શરૂ કરવી જોઈએ. રાહુલ ગાંધીએ અખંડ ભારતના નિર્માણ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશને ભારત સાથે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ.' હિમંતા બિસ્વા સરમાના આ નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ કે, 'આસામના સીએમ લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા છે, તેથી તેઓ આરએસએસ અને ભાજપ પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવા માટે આવા નિવેદનો આપે છે.'

English summary
Congress targets Assam CM Himanta Biswa Sarma over his old tweet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X