For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ ફંડ ભેગું કરવા માટે ક્રાઉડસોર્સીંગ ઉપયોગ કરશે, દેશભરમાં 10 લાખ બુથ ખોલશે

કોંગ્રેસ પાર્ટી 2019 લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને દેશભરમાં 10 લાખ બુથ ઘ્વારા ક્રાઉડસોર્સીંગની મદદ લઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

ક્યારેક ભારતની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી રહેલી કોંગ્રેસ આજે ફંડ માટે તરસી રહી છે. કોંગ્રેસ પાર્ટી 2019 લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને દેશભરમાં 10 લાખ બુથ ઘ્વારા ક્રાઉડસોર્સીંગની મદદ લઇ રહી છે. પાર્ટીનું માનવું છે કે ક્રાઉડસોર્સીંગ ઘ્વારા તેમના આ અભિયાનને જમીની સ્તરે મજબૂતી મળશે. તેની સાથે સાથે તેઓ ત્યાંના લોકોની સમસ્યા અંગે પણ લોકો સાથે વાતચીત કરશે.

2 ઓક્ટોબરે અભિયાનની શરૂઆત

2 ઓક્ટોબરે અભિયાનની શરૂઆત

એએનઆઈ અનુસાર કોંગ્રેસની બુથો ઘ્વારા ક્રાઉડસોર્સીંગ અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબરથી થશે અને 19 નવેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જયંતિ અવસરે આ અભિયાનનું સમાપન થશે. પાર્ટીએ ક્રાઉડસોર્સીંગ અભિયાન હેઠળ 500 કરોડ રૂપિયા ભેગા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે એક બૂથથી 5000 રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે.

દરેક ઘરથી 5-10 રૂપિયા ભેગા કરવાનો નિર્દેશ

દરેક ઘરથી 5-10 રૂપિયા ભેગા કરવાનો નિર્દેશ

એએનઆઈ ખબર અનુસાર કોંગ્રેસ પાર્ટીએ બધા જ બૂથ સમિતિના કર્મચારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઘરે ઘરે જાય અને 5-10 રૂપિયા જેવી નાની રકમ ભેગી કરે. તેની સાથે સાથે આ અભિયાન હેઠળ પાર્ટી તરફથી પેમ્પલેટ પણ વહેંચવામાં આવશે, જેથી પાર્ટીનો પ્રચાર પણ થઇ શકે. કોંગ્રેસનું માનવું છે કે તેમની આ મુહિમ ઘ્વારા જમીની સ્તરે પાર્ટી સમર્થકોની પકડ મજબૂત થશે. કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારા કર્મચારીઓ દરેક બૂથ પર જશે અને રાજ્યના મુદાઓ પર વાત કરશે અને લોકો સાથે જોડાશે.

પૈસા નહીં પરંતુ જોડાણ અગત્યનું છે: પાયલટ

કોંગ્રેસના ક્રાઉડસોર્સીંગ અભિયાન પર પાર્ટીના નેતા સચિન પાયલટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પૈસાના બળ પર જીતનાર સરકાર પૈસાદારોના દબાણમાં રહે છે. જયારે જનતાના સહયોગથી બનેલી સરકાર લોકોની સેવા કરી શકે છે. તેમને આગળ જણાવ્યું કે અમારા માટે પૈસા નહીં પરંતુ જોડાવ અગત્યનો છે. અમે જનતાને અપીલ કરીયે છે કે અમારા ક્રાઉડસોર્સીંગ અભિયાન સાથે જોડાય અને તેને સફળ બનાવે.

English summary
Congress ups campaigning game, to go for crowdsourcing before lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X