રાહુલ ગાંધીએ મણિશંકર મામલે PM મોદીને કહ્યું માફ કરી દો!

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પાર્ટીના નેતા મણિશંકર ઐય્યરને તેના મોદી પરના નિવેદન માટે માફી માંગવાનું કહ્યું. ટ્વિટમાં રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરવા માટે ભાજપ અને વડાપ્રધાન ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. પણ કોંગ્રેસ એક અલગ સંસ્કૃતિ અને વિરાસત ધરાવે છે. વડાપ્રધાનને કહેવા માટે મણિશંકર અય્યરે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. કોંગ્રેસ અને હું મણિશંકરે જે પણ કહ્યું તે માટે માફી માંગુ છું.

આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ એક પ્રેસ વાર્તા કરીને ભારતીય જનતા પાર્ટીને મગરમચ્છના આંસું ન રડવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ અને ભોલે બાબા બન્નેનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું દલિતોનું શોષણ ભાજપ સરકાર કરે છે. તેમણે કહ્યું જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે દર 8 મિનિટે દેશના દલિતો પર અત્યાચાર થઇ રહ્યો છે. દલિત બાળકોની સરકારી નોકરીની સંખ્યા મોદીજીએ 100 ટકા ઓછી કરી દીધી છે. તેમણે કહ્યું કે મોદી મંદિરની મૂર્તિને પણ હવે પત્થર કહેવા લાગ્યા છે અને શું તે શંકર ભગવાનથી પણ મોટી થઇ ગયા છે?

English summary
Congress vp rahul gandhi tweets on mani shankar aiyar comment.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.