For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ને આંખો બંધ કરીને ના આપવું જોઇએ સમર્થન: જયરામ

|
Google Oneindia Gujarati News

jairam ramesh
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીને દિલ્હીમાં સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં સમર્થન આપવાને લઇને મતભેત વધી રહ્યા છે. કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદી બાદ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી જયરામ રમેશે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાને લઇને સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, આંખ બંધ કરીને સમર્થન આપવું જોઇએ નહીં, સમર્થન પહેલા કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવું જોઇએ. આ પહેલા મંગળવારે પાર્ટી મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે મત એવો પણ છે કે લગભગ 'આપ'ને આ પ્રકારે સમર્થન આપવાનો નિર્ણય યોગ્ય નથી.

જોકે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સચિવ અહમદ પટેલે મંગળવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે કોઇ સંગઠનમાં મતભેદ હોય છે પરંતુ હજી આમ આદમી પાર્ટીને અમારું સમર્થન છે, બાદમાં શું થાય છે અમે જોઇશું. જ્યારે મગળવારે પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિની ઓફિસ બહાર સરકાર બનાવવાને લઇને 'આપ'ને સમર્થ આપવાને લઇને પાર્ટીના નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આપ દ્વારા દિલ્હીમાં સરકાર બનાવવાના નિર્ણય બાદથી જ કોંગ્રેસના ઘણા નેતા સતત એવું કહેવા લાગ્યા છે કે આપને સમર્થન આપવાનો નિર્ણય યોગ્ય નથી.

આ બધી અટકળો છતાં કોંગ્રેસના 15 વર્ષના શાસનો અંત કરતા આમ આદમી પાર્ટીને શાનદાર જીત અપાવનાર અરવિંદ કેજરીવાલ શનિવારે 28 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ રામલીલા મેદાન અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું આયોજન સ્થળ હતું. પાર્ટીએ બુધવારે આની ઔપચારિક જાહેરાત કરી છે. આપના નેતા કુમાર વિશ્વાસે પત્રકારોને જણાવ્યું કે અમે ઉપરાજ્યપાલને અનુરોધ કર્યો કે અમે શનિવારે 28 ડિસેમ્બરના રોજ શપથવિધિ કરવા માગીએ છીએ, અને તેમણે અમને માન્યતા પણ આપી દીધી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલના ઘર પર થયેલી પાર્ટી નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. કેજરીવાલ આ પહેલા ગુરુવારે શપથ લેવાના હતા. જાણકારી અનુસાર કેજરીવાલ શનિવારે બપોરે બાર વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેવાના છે. આની તૈયારીઓ અત્રે ચાલુ કરી દેવામાં આવી છે. નોંધીય છે કે કેજરીવાલના કેબિનેટના મંત્રીઓની પણ શપથવિધિ અત્રે થશે.

English summary
Congress leader Jairam Ramesh on Wednesday said the party is not blindly supporting the Aam Aadmi Party in the formation of next government in Delhi, and called for a programme or a committee to look into the coordination between the two parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X