For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસની જીત, પી ચિદમ્બરમે કેન્દ્રને પૂછ્યુ - હજુ પણ માનો છો કૃષિ કાયદા લોકપ્રિય?

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ કાયદા માટે ચાલી રહેલ ખેડૂતોની નારાજગીનુ વળતર ભારતીય જનતા પાર્ટીએ પંજાબની નગર નિગમની ચૂંટણીમાં ભોગવવુ પડ્યુ છે. ગયા બુધવારે સાંજે આવેલ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી જ્યારે ભાજપના હાથે માત્ર અફસોસ આવ્યો. વળી, અકાલી દળ બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી બનીને સામે આવી છે. પંજાબ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

P Chidambaram

પી ચિદમ્બરમે પંજાબ નગર નિગમની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન બાદ ગુરુવારે ટ્વિટ કરીને પૂછ્યુ કે, 'શું મોદી સરકાર હુ પણ માને છે કે કૃષિ કાયદો લોકપ્રિય છે અને પંજાબના ખેડૂતોનો એક નાનો વર્ગ જ તેમની સામે પ્રદર્શન કરી રહ્યો છે.' ચિદમ્બરમે આગળ કહ્યુ કે ખેડૂત મતદાર છે, તેમ આપણા પ્રવાસી મજૂર, એમએસએમઈ, બેરોજગાર અને ગરીબ પરિવારને મત આપવાનો વારો આવશે તો તે પંજાબના મતદારોની જેમ ભાજપ સામે જ મતદાન કરશે. સરકારની ખોટી ઘરેલુ નીતિઓના કારણે MEA(વિદેશ મંત્રાલય) ઝડપથી વિશ્વસનીયતા ગુમાવી રહ્યુ છે.

આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે મોદી સરકારને આડે હાથ લીધી છે. આ પહેલા પણ કે ઘણી વાર કૃષિ કાયદા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. ગુરુવારે તેમણે કહ્યુ કે પંજાબ શહેરી નિગમના પરિણામોથી ભાજપને ઝટકો એ વાત તરફ ઈશારો છે કે કૃષિ કાયદો દેશે ધરમૂળથી નકારી દીધો છે. તમને જણાવી દઈએ કે નગર પરિષદોની મતગણતરીમાં કોંગ્રેસે 1815 વૉર્ડમાંથી 1199 અને નગર નિગમની 350 સીટોમાંથી 281 સીટો પર જીત મેળવી. વળી, ભાજપને માત્ર 38 અને 20 સીટોથીજ સંતોષ માનવો પડ્યો.

Rail Roko: કૃષિ કાયદાના વિરોધમાં રેલવે પાટા સૂઈ ગયા ખેડૂતોRail Roko: કૃષિ કાયદાના વિરોધમાં રેલવે પાટા સૂઈ ગયા ખેડૂતો

English summary
Congress wins in Punjab civic elections, P Chidambaram asks questions to the Center.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X