For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં શર્મનાક હાર બાદ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત

લોકસભામાં શર્મનાક હાર બાદ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટક મ્યુનિસિપાલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોગ્રેસને જીત હાંસલ થઈ છે. ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપ બીજા અને જેડીએસ ત્રીજા નંબર પર છે. કર્ણાટકમાં કોર્પોરેશનની ચૂંટણી માટે 1221 વોર્ડ પર ચૂંટણી થઈ જેમાંથી 509 વોર્ડ પર કોંગ્રેસની જીત થઈ છે. બાજપે 336 વોર્ડમાં જીત નોંધાવી છે જ્યારે જેડીએસ 174 વોર્ડમાં જીત્યું છે. બસપાને ત્રણ વોર્ડ પર જીત મળી છે.

1221 વોર્ડ પર ચૂંટણી

1221 વોર્ડ પર ચૂંટણી

રાજ્યમાં 29 મેના રોજ 63 શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી કરાવવામાં આવી હતી. જેમાંથી 7 સિટી મ્યુનિસિપલ કાઉન્સલ, 33 ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલ અને 22 નગર પંચાયત સામેલ છે. જેના પરિણામ 31 મે એટલે કે આજે ઘોષિત થયાં છે. સિટી મ્યુનિસિપલ કાઉન્સિલની 217 સીટમાંથી ભાજપને 56, કોંગ્રેસને 90, જેડીએસને 38, બસપાને 2, નિર્દળીય 25 તથા અન્યોને 6 સીટ મળી છે.

ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોંગ્રેસને દબદબો

ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોંગ્રેસને દબદબો

30 ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલની 714 સીટમાંથી કોંગ્રેસને 322, ભાજપને 184, જેડીએસને 102, બસપાને 1, સીપીઆઈએમને 2, નિર્દળીય 102 તથા અન્યોને એક સીટ મળી છે. 19 નગર પંચાયતોમાં 209 સીટમાંથી ભાજપને 126, કોંગ્રેસને 97, જેડીએસને 34 તથા અપક્ષ ઉમેદવારોને 33 સીટ મળી છે.

લોકસભા ચૂંટણીમાં હાર

લોકસભા ચૂંટણીમાં હાર

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધનની સરકાર છે પરંતુ બંને પાર્ટીઓએ સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી અલગ અલગ લડી છે. હાલમાં જ થયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી અને કર્ણાટકની 28માંથી માત્ર 1 સીટ પર જ જીત મેળવી શકી હતી. કર્ણાટકની કુલ 28 સીટમાંથી 25 સીટ પર ભાજપની જીત થઈ હતી જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ હતી.

વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલો વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલો

English summary
congress won mostly seat in karnataka municipal council election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X