For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે બેઠક, પાર્ટીના નવા અધ્યક્ષની ચર્ચા તેજ

આજે યોજાનારી કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક પર દરેકની નજર રહેશે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોગ્રેસના નવા અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ થઈ ગઈ છે. જે રીતે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદેથી હટવાના સંકેત આપ્યા છે તે બાદ દરેકની નજર એ વાત પર ટકી છે કે પાર્ટીના આગલા અધ્યક્ષ કોણ હશે. જો કે આ વિશે પાર્ટીની અંદર ખેંચતાણ ચાલી રહી છે. એક જૂથ એવુ છે જે ઈચ્છે છે કે પાર્ટીના નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી જ હોય જ્યારે બીજુ જૂથ આનાથી ઉલટુ મંતવ્ય ધરાવે છે. પાર્ટીના ઘણા નેતા ઈચ્છે છે કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ એક વાર ફરીથી પાર્ટીની કમાન સંભાળે. આજે યોજાનારી કોંગ્રેસ પાર્ટીની કાર્યસમિતિની બેઠક પર દરેકની નજર રહેશે.

soniya-rahul

રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટીની અંદર ઘણા નેતાઓએ પત્ર લખ્યો છે. રાહુલના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢાના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત ઘણા યુવા નેતાઓ છે. આ લોકોનુ કહેવુ છે કે પાર્ટીના અધ્યક્ષ ગાંધી-નહેરુ પરિવારથી જ હોવા જોઈએ કારણકે તે પાર્ટીને એક રાખવામાં સક્ષમ છે. વળી, ગાંધી પરિવાર ઉપરાંત અન્ય વિકલ્પો વિશે પણ પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે. આ રેસમાં ઘણા નેતા આગળ છે.

ગાંધી પરિવાર ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની રેસમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, એકે એંટની, મુકુલ વાસનિક છે. માનવામાં આવી રહ્યુ છે કે જો સોનિયા ગાંધી પોતાના પદેથી રાજીનામુ આપશે તો આ નામોમાંથી કોઈ એક પર ભરોસો રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા એ સમાચાર આવ્યા હતા કે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. જો કે બાદમાં પાર્ટી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ કે હાલમાં આ રીતના કોઈ સમાચાર નથી.

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યોઅમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

English summary
Congress working committee meet today, search for New president speed up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X