For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફ

સીમા પર વર્તમાન સ્થિતિને જોતા કોંગ્રેસ પક્ષે અમદાવાદમાં કાલે યોજાનાર કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક અને રેલીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સીમા પર વર્તમાન સ્થિતિને જોતા કોંગ્રેસ પક્ષે અમદાવાદમાં કાલે યોજાનાર કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક અને રેલીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે ભારતીય વાયુસેનાએ એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનના બાલાકોટમાં ચાલી રહેલા જૈશ એ મોહમ્મદના ઘણા આતંકી કેમ્પોને નષ્ટ કર્યા છે. ત્યારબાદથી સતત ભારત-પાક બોર્ડર પર તણાવની સ્થિતિ ચાલુ છે.

congress

પક્ષના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ સ્થિતિના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીડબ્લ્યુસીની બેઠક સાથે જ જનસભાને પણ સ્થગિત કરી છે. આ બંને કાર્યક્રમ અમદાવાદમાં જ યોજાવાના હતા. જો કે હવે આ બેઠક ક્યારે થશે એના માટે અલગ તારીખનું એલાન હજુ સુધી કરવામાં આવ્યુ નથી. સીડબ્લ્યુસીની બેઠકને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ તેમજ રણનીતિને જોતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના 12 મિરાજ ફાઈટર જેટ્સે મંગળવારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં બોમ્બ ફેંકીને ઘણા આતંકી લોન્ચ પૉડ્ઝ નષ્ટ કરી દીધા હતા. મંગળવારે સવારે આઈએએફ એ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલામાં આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓ પર મોટી કાર્યવાહી કરી છે. ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને બુધવારે જમ્મુ કાશ્મીરના પુંછ અને નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ પરંતુ ભારતીય વિમાનોએ તેમને ખદેડી દીધા છે.

આ પણ વાંચોઃ ચીને પણ આપ્યો પાકિસ્તાનને ઝટકો, ભારતની કાર્યવાહી પર સાધ્યુ મૌનઆ પણ વાંચોઃ ચીને પણ આપ્યો પાકિસ્તાનને ઝટકો, ભારતની કાર્યવાહી પર સાધ્યુ મૌન

English summary
Congress Working Committee meeting and rally postponed after india pakistan tension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X