કોંગ્રેસનું કામ સારુ, પરંતુ માર્કેટિંગ ખરાબ: રાહુલ ગાંધી
નવી દિલ્હી, 12 જાન્યુઆરી: રાહુલ ગાંધીએ શનિવારે બેંગલુરુમાં જણાવ્યું કે કોંગ્રેસ વધારે અને સારુ કામ કરે છે, પરંતુ તે એ કામનો સારી રીતે પ્રચાર પ્રસાર કરી શકતી નથી, જે રીતે વિરોધપક્ષ કરી શકે છે. અમારું કામ સારુ છે, પરંતુ માર્કેટિંગ ખરાબ છે.
રાષ્ટ્રીય યુવા અને વિદ્યાર્થી જાહેરાતપત્ર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય વિમર્શમાં મંથન સત્ર દરમિયાન રાહુલે જણાવ્યું કે અમારા વિરોધપક્ષો માર્કેટિંગમાં વધારે સારા છે, કામમાં ઓછા, અમે કામ વધારે કરીએ છીએ, પરંતુ માર્કેટિંગમાં ઉણા ઉતરીએ છીએ, પરંતુ માર્કેટિંગમાં સારા નથી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે સમાજના દરેક વર્ગને સાથે લઇને ચાલે છે.

પાર્ટીએ ચૂંટણી કમિશનને આ સંબંધમાં ઉતાવળે દિશા-નિર્દેશ જારી કરવાનો અનુરોધ કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર ખાસ પાર્ટી અને નેતાઓના વિરુધ વાંધાજનક કોમેન્ટ અને તસવીરો લગાવવામાં આવે છે, જે મોડેલ કોડ ઓફ કન્ડેક્ટની વિરોધમાં છે સાથે જ આની પર ગુનાહિત કેસ પણ બનવો જોઇએ.












Click it and Unblock the Notifications
