For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ'

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાંતીએ મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાંતીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. એટલુ જ નહિ તેમણે આગળ કહ્યુ કે રામ મંદિર અયોધ્યામાં બનશે અને મસ્જિદનું નિર્માણ લખનઉમાં કરવામાં આવશે. રામવિલાસ વેદાંતીનું આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે રામ મંદિર નિર્માણ અંગે લગભગ 3 હજાર સાધુ-સંત દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમા જમા થયા છે.

આ પણ વાંચોઃ શું વૃંદાવનના કોઈ 'બાબા'ના કહેવાથી તેજ પ્રતાપ યાદવે માંગ્યા પત્ની પાસે છૂટાછેડા? આ પણ વાંચોઃ શું વૃંદાવનના કોઈ 'બાબા'ના કહેવાથી તેજ પ્રતાપ યાદવે માંગ્યા પત્ની પાસે છૂટાછેડા?

‘અયોધ્યામાં રામ મંદિર અને લખનઉમાં બનશે મસ્જિદ'

દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં સાધુ-સંતોની આ બેઠક બે દિવસ સુધી ચાલશે. તેમાં રામ મંદિર નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવશે. સાધુ-સંતોની આ બેઠક વચ્ચે રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાંતીએ કહ્યુ કે આ વર્ષના ડિસેમ્બરમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. તેમણે કહ્યુ કે જો સરકાર આ અંગકે વટહુકમ લઈને આવે છે તો ઠીક છે જો આમ ન થાય તો પરસ્પર સમજૂતીથી રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

‘અયોધ્યામાં રામ લલ્લાની ભવ્ય પ્રતિમા બનાવતા કોઈ રોકી ન શકે'

એટલુ જ નહિ તેમણે આગળ કહ્યુ કે રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થશે અને મસ્જિદનું નિર્માણ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કરવામાં આવશે. વળી, આ મામલે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું પણ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે રામ મંદિરનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. આ વિશે અમે કંઈ નથી કરી શકતા પરંતુ અમને કોઈ પણ અયોધ્યામાં રામ લલ્લાની ભવ્ય પ્રતિમા બનાવવાથી કોઈ રોકી નથી શકતુ. જો કોઈ અમને આમ કરવાથઈ રોકશે તો તેને જોઈ લેવામાં આવશે. અમને અયોધ્યાનો વિકાસ કરવાથી કોઈ રોકી નહિ શકે.

રામ મંદિર પર યોગ ગુરુ રામદેવનું મોટુ નિવેદન

રામ મંદિર મામલે યોગ ગુરુ બાબા રામદેવે પણમ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યુ કે જો ન્યાયાલયના નિર્ણયમાં મોડુ થયુ તો સંસદમાં જરૂર તેનું બિલ આવશે, આવવુ જ જોઈએ. રામ જન્મભૂમિ પર રામ મંદિર નહિ બને તો કોનું બનશે? સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો કે હવે રામ મંદિરમાં હવે વધુ મોડુ નહિ. મને લાગે છે કે આ વર્ષ શુભ સમાચાર દેશને મળશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના સર્વેમાં પણ રાહુલ ગાંધીથી આગળ છે પીએમ મોદીઆ પણ વાંચોઃ કોંગ્રેસના સર્વેમાં પણ રાહુલ ગાંધીથી આગળ છે પીએમ મોદી

English summary
Construction of Ram Temple will begin in December says Ram Vilas Vedanti, President of Ram Janambhoomi Nyas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X