For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનમાં રહેલા ભારતીયોની મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો, ભારતીય દૂતાવાસમાં 24 કલાક હેલ્પલાઇન!

યુક્રેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સાથે યુક્રેનમાં ભારતીય દૂતાવાસમાં 24 કલાક હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી : યુક્રેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સાથે યુક્રેનમાં ભારતીય દૂતાવાસમાં 24 કલાક હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયામાં સૈન્ય ગતિરોધને કારણે ત્યાં રહેતા હજારો ભારતીયો અને તેમના પરિવારોની ચિંતા વધી ગઈ છે. યુક્રેને કહ્યું છે કે ભારતે ઉતાવળ કરવી જોઈએ નહીં અને હાલમાં એવી કોઈ સ્થિતિ નથી કે તેણે ઉતાવળમાં પોતાના નાગરિકોને પાછા લાવવા પડે. પરંતુ ભારત સરકારે તેના તરફથી તેના નાગરિકોને મદદ કરવા માટે પગલાં લીધાં છે.

Ukraine

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માહિતી અને સહાય પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે યુક્રેનમાં ભારતીય દૂતાવાસમાં 24 કલાક હેલ્પલાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ પ્રકારની માહિતી અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિદેશ મંત્રાલય : 1800118797 (ટોલ ફ્રી)
ફોન: +91 11 23012113
+91 11 23014104
+91 11 23017905
ફેક્સ: +91 11 23088124
ઈ-મેલ: [email protected]
યુક્રેનમાં ભારતીય દૂતાવાસની 24 કલાક ઈમરજન્સી હેલ્પલાઈન:
+380 99730428
+380 99730483
ઈ-મેલ: [email protected]

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં યુક્રેનના વિવિધ શહેરોમાં લગભગ 20,000 ભારતીય નાગરિકો છે. અગાઉ કિવમાં ભારતીય દૂતાવાસે પણ ત્યાં રહેતા વિદ્યાર્થીઓ સહિત તમામ નાગરિકોને તેમના ઠેકાણા વિશે મિશનને માહિતગાર રાખવા માટે એક એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેણે થોડા સમય માટે યુક્રેન છોડવાનું પણ વિચારવું જોઈએ.

રાહતની વાત એ છે કે રશિયાએ યુક્રેનની સરહદો પર તેના સૈનિકોની તૈનાતી ઘટાડવાનું શરૂ કરી દીધું છે અને તેના કારણે યુદ્ધનો ભય ટળી ગયો હોવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ ત્યાં રહેતા ભારતીયોને લઈને તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે તેમના પરત આવવાનો વિકલ્પ પણ થોડા સમય માટે ખુલ્લો રાખ્યો છે. અહી ઉલ્લેખનિય છે રે યુક્રેન સરહદથી હવે રશિયાએ પોતાના સૈનિકો ઘટાડ્યા છે, બીજી તરફ સતત યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પરિસ્થિતી કઈ બાજુ જશે તે જોવાનું રહેશે.

English summary
Control room set up to help Indians in Ukraine, 24-hour helpline at Indian Embassy!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X